best news portal development company in india

રાજપીપલામાં હોળી પછી ધુળેટીના દિવસે આદિવાસીઓની અને પરંપરા અને ઘેરૈયા લોકનૃત્યની રમઝટ

SHARE:

– લુપ્ત થતી આદિવાસીઓની ઘેરીયાં સંસ્કૃતિને જીવંત રાખવા બહારથી ઘેર બોલાવવાની નોબત
– રાજપીપલા સ્ટેટ વખતે રાજા વિજયસિંહ ના વખતમાં મહેલમાં જઈ આદિવાસી હોળી ના ગીતો ગાયને નાચગાન કરી રાજા ને ખુશ કરી ઘેર માંગતા
– રાજા ખુશ થઈને ઘેર (બેટ)માં ચાંદીનો સિક્કો આપતા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી આદિવાસી હોળી નો તહેવાર તેમની પરંપરા અને રીતિરિવાજ માટે જાણીતા છે. રાજપીપળામાં વર્ષોથી હોળી ટાણે માદરે વતનથી આદિવાસીઓની બનાવવા પાછા ફરે છે,ત્યારે રાજપીપલા માં હોળી પછી ધુળેટીના દિવસે આદિવાસીઓની અને પરંપરા અને ઘેરૈયા લોકનૃત્યની રમઝટજોવા મળી હતી.જેમાં રાજપીપળાના રસ્તાઓ પર ચક્કાજામ કરી દેતા અને ધૂમ મચાવતા ઘેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા અને કલાકો સુધી સ્ત્રી-પુરુષનાં પોશાકમાં મન મૂકીને એકબીજા ના ખભે ખભા મિલાવી હાથ માં હાથ નાખી રસ્તા ઉપર નાચ કાન કરી શેઠ શાહુકારને ત્યાંથી ઘેર ઉઘરાવતા નજરે પડતા હતા.આજે આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધુ હોવાથી આદિવાસીઓ એ જ જાહેરમાં નાચવાનું બંધ કરી દેતા આ ઘેરીયા સંસ્કૃતિ ક્રમશઃ લુપ્ત થવા માંડી છે.આદિવાસીઓની આ સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહે તે માટે આદિવાસી સમાજ પુનઃ જાગૃત થયો છે.
રાજપીપલા ખાતે છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓ ઘેર માંગવા નર્મદા જિલ્લામાં આવતા હોય છે અને અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી સુંદર મેકઅપ કરી એક આકર્ષણ ઊભું કરે છે. વાઘ, રીંછ મોર સહિતના કપડાં પહેરી ને પણ આકર્ષણ સાથે નાચગાન કરતા જોવા મળ્યા હતા.આજે હોળી ના બીજે દિવસે રાજપીપલામાં આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા નસવાડી અને કવાટ થી આવેલા ઘેર મંડળીએ ઘેરૈયા લોકનુત્ય ની રમઝટ બોલાવતા આ આદિવાસીઓનું ઘેર નૃત્ય લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.જ્યારે રાજપીપળા રિયાસત સ્ટેટ હતું ત્યારે જૂનારાજના સમયમાં મહારાજા વિજયસિંહ મહારાજાના મહેલમાં હોળીના બીજા દિવસથી જુદાજુદા ગામડાઓ અને રાજપીપળાના ટેકરા ફળિયા, જુનાકોટા, ધાબા ફળિયા વગેરે કસ્બો માંથી આદિવાસીઓ ઘેર નાચતા નાચતા મહેલે જઈને ઢોલ નગારા શરણાઈના સૂર વગાડી નાચગાના કરી રાજાને ખુશ કરતા, સાથે આ બુડિયા બાવા અને ગેરાણી ના ગણવેશમાં તથા માનવ મહેરામણ જેવા ગીતો નૃત્ય સાથે ગાતાગાતા કહેતા હતા કે..આવી હુતી રે જુનાકોટની ગેરાણી કે ગેરાણીની રેતેડી આપો છે ભાય ભાય..જેવા ગીતો ગવાતા હતા. આજે આ બધું વિસરાઈ ગયું છે.
સ્ટેટ વખતે રાજા વિજયસિંહ ના વખતમાં મહેલમાં જઈ આદિવાસી હોળી ના ગીતો ગાયને નાચગાન કરી રાજા ને ખુશ કરી ઘેર માંગતા.
રાજા ખુશ થઈને ઘેર (બેટ)માં ચાંદીનો સિક્કો આપતા.સ્ટેટ વખતે એકવાર મહારાજા વિજયસિંહ વિલાયત ઘોડો રેશમાં ભાગ લેવા ગયેલા ત્યાંથી સાથે અંગ્રેજમેમને ફ્રેન્ડ તરીકે સાથે લાવેલા અને રાજેન્દ્રનગર સોસાયટીની ક્લબમાં ઉતારો આપેલો તે વખતે ત્યારે હોળી વખતે આદિવાસીઓ આ ગીત ગાતા હતા એવું કેવું રાજા ચાલશે વિજયસિંહ એવું કેવું રાજા ચાલશે રે લોલ એ મારા રાજા ની ખૂબી વિજેસિંગ એ તારા રાજની ખૂબી છે લો આ ગીત સાંભળીને વિજય સિંહ ખૂબ પ્રભાવિત થયા હતા અને તે વખતની ચલન ચાંદીના સિક્કા થી તેમને ઘેર ( ભેટ) આપી સત્કાર કરતા અને આ ઘેર જે રકમ આવે તેમાં ગામનો મુખીઓ (સરપંચ ) હિસાબ રાખતો અને પાંચ દિવસ પછી આનંદ ઉલ્લાસથી ઉજવણી કરતા પણ દુઃખની વાત એ છે કે આજે આદિવાસીઓની અને પરંપરા અને ઘેરીયા સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!