– કમોસમી વરસાદથી કપાસ,ગલગોટા,તુવરેનો તૈયાર ફાલ નીચે ખરી પડતા નુકસાની ભીતી સેવી રહ્યા છે
– વહેલી સવારથીજ વાદળછાયુ વાતાવરણ વચ્ચે ચોમાસુ જેવો માહોલ જામ્યો
(ભાવેશ પંડ્યા,ભાલોદ)
શિયાળાના પ્રારંભે જ ભરૂચ શહેર સહિત જિલ્લામાં ફરી એકવાર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસથી ચાલુ કમોસમી વરસાદને કારણે વાતાવરણ ભીનું બની ગયું છે અને ઠંડકનો અહેસાસ પણ શરૂ થયો છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવથી વરસાદી વાદળો ભરૂચ જિલ્લામાં છવાયા છે. જેના પરિણામે અનેક વિસ્તારોમાં ઝરમરથી લઈને મધ્યમ વરસાદ નોંધાયો છે.
આ અણધાર્યા વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે, કારણ કે ખેતરોમાં ઊભેલા રવી સીજનના પાકો — ખાસ કરીને તુવર, મગફળી, કપાસ અને ઘઉંની વાવણીને નુકસાન પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
હવામાન વિભાગે આગામી 26 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રાજ્યના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના દર્શાવી છે. શિયાળાના પ્રારંભે જાણે ચોમાસુ જામ્યું, હોય તેવુ વાતાવરણ છવાયેલુ જોવા મળ્યુ હતુ આજે વહેલી સવારથીજ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ચોમાસાનો માહોલ સર્જાયો હતો.વરસાદ વરસતા જ લોકોએ ગરમ વસ્ત્રોને બદલે અભરાઈએ મુકેલ રેનકોર્ટ અને છત્રી લઈ બહાર નીકળવું પડ્યું હતું કમોસમી વરસાદને પગલે ખેડૂતોના કપાસ, તુવેર અને દિવેલા સાથે શિળાયુ પાક પણ તૈયાર થઈ ગયો છે જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.હાલ ખેડૂતો વરસાદ અટકીને વાતાવરણ સ્વચ્છ થાય અને ખેતીનું કામકાજ સામાન્ય બને તેવી આશા રાખી રહ્યા છે.







