(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના કહાનવા ગામમાં વણકર વાસમાં રહેતા નટવરભાઈ રણછોડભાઈની પુત્રી ગીતાબેન નટવરભાઈ પરમારે કુવામાં છલાંગ લગાવી જીવ ગુમાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કહાનવા વણકર વાસમાં રહેતાં નટવરભાઈ રણછોડભાઈની પુત્રી ગીતાબેન નટવરભાઈ ઉંમર આશરે ત્રીસેક વર્ષ જેવો થોડા દિવસ પહેલાથી મગજની સંતુલન ગુમાવી ચૂક્યા હતા.તેઓને વડોદરા હોસ્પિટલમાં પણ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ઘરે લાવ્યા હતા પરંતુ સાધારણ મગજ ની અસ્થિરતાને કારણે ધરમપુરા રોડ ઉપર તળાવની પારે આવેલ વણકર સમાજના પાણીના કુવામાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.આ ઘટનાની જાણ વાયુ વેગે થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.ત્યાર બાદ 112 પોલીસ ગાડી આવ્યા બાદ ફાયર બ્રિગેડ ની ટીમ બોલાવવામાં આવતા ટીમ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે વેડચ પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.







