કમોસમી વરસાદથી ભારે નુકશાન ખેડૂત બન્યો બેહાલ : વળતરની માંગ કરતા ખેડૂતો

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

43 ટકા વનવિસ્તાર ધરાવતો નર્મદા જિલ્લા માં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાને કારણે જિલ્લાના 80 ટકા લોકો ખેતી પર નિર્ભય છે.ત્યારે નર્મદા જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને પગલે કપાસ ,કેળ અને તુવર ને મોટા પાયે ઉભા તૈયાર પાકો ને મોટા પાયે નુકસાન થયું છે.

નર્મદા જિલ્લા માં ચાલુ વર્ષે 124 ટકા વરસાદ વરસ્યો ત્યારે આ વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું આજે ખેડૂતોના ખેતરોની જમીનો ધોવાતાં ખેડૂતો પાયમાલ થયા અને વરસાદ અટકતા ફરી વાવણી કરી પાક તૈયાર થયો ત્યારે શિયાળામાં ઠંડી પડવાની જગ્યા એ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને મોટું નુકસાન કર્યું છે.આજે જિલ્લા માં કપાસની ખેતી ખેડૂતો એ મોટા પ્રમાણ માં કરી છે સાથે  કેળ અને તુવર ની ખેતી મોટા પ્રમાણ માં કરવામાં આવે છે જે કમોસમી વરસાદે કેળ અને  તુવર કપાસ ના ઉભાપાક ને નુકશાન થયું કપાસના તૈયાર પાક થયો અને કમોસમી વરસાદને કારણે કપાસના છોડ પણ ભીની થઈ ગયા હતા.


આજે નાંદોદ તાલુકા ના રૂઢ ગામે 700 એકકર જમીનમાં કપાસની વાવણી કરેલ ખેડૂત હવે પાયમાલ થયો છે.કપાસ ખેતર માંથી કાઢવાનો વારો આવ્યો ખેડૂત ને આશા હતી કે આવખતે કપાસ ના સારા ભાવ મળશે તો આખું વર્ષ જીવન સારું જશે પરંતુ ખેડૂત કુદરત સામે લાચાર બન્યો આમ જોવા જઈએ તો નર્મદા જિલ્લા માં 15000 હજાર એકકર માં કપાસ ની વાવણી અને 13000 એકકર માં કેળ ની વાવણી કરવામાં આવી છે સાથે 5000 એકર માં તુવેરની વાવણી થઈ છે.હવે ભર શિયાળે કમોસમી વરસાદ અને વાવાઝોડા સાથે આવતા કપાસની ખેતી બગડી ગઈ ત્યારે હવે ખેડૂતો લાચાર બની સરકાર પાસે સહાય ની માગ કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!