ઝઘડિયા પંથકમાં રામભક્ત જલારામ બાપાના ૨૨૬ મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી

SHARE:

– ઝઘડિયા,રાજપારડી,ઉમલ્લા,ભાલોદ તેમજ પાણેથા જેવા મોટા ગામોમાં શોભાયાત્રા સહિત ભંડારાનું આયોજન થયુ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા પંથકમાં આજરોજ રામભક્ત જલારામ બાપાના ૨૨૬ જન્મ જયંતીની ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા શહેરમાં જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી.શોભાયાત્રા નીકળતા પૂર્વે ચાલુ વર્ષની ઉજવણીના યજમાનના ઘરે પૂજા, અર્ચના, આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ જલારામ બાપાની પાલખી ની શોભાયાત્રા ઝઘડિયા ટાઉનમાં ફરી હતી અને હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રાનુ સમાપન કરવામાં આવ્યું હતુ. જ્યાં વિદ્વાન શાર્સ્ત્રી બાલકૃષ્ણ પુરોહિતના સુપુત્ર વાસુદેવભાઈ પુરોહિત દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા બાપાની પૂજા,અર્ચના કરવામાં આવી હતી.સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં સૌ જલારામ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઝઘડિયા તાલુકાના રાજપારડી ભાલોદ ઉમલ્લા પાણેથા જેવા કેટલાય ગામોમાં જલારામ જયંતી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમમાં ભજનો પૂજા અર્ચનાના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા હતા.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!