– નવ લોકો સામે જુગારધારા કલમ મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી
આમોદ,
ભરૂચ જીલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ શોધી કાઢવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એમ.પી.વાળાના માર્ગદર્શન મુજબ અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
ત્યારે ગત રોજ આજરોજ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એ.તુવર, એલ.સી.બી ભરૂચની ટીમ,આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળી હતી કે ઈખર ગામે, કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરના પહેલા માળ ઉપર એક બંધ રૂમમાં અયુબભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમી રમાડી રહ્યો છે.જે મુજબની ચોક્ક્સ બાતમી આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ઈખર ગામે જુગારની સફળ રેઈડ કરી, પત્તા-પાનાનો જુગાર રમી રમાડતા નવ જુગારીને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા ૮,૫૧,૭૮ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી,તમામ ઈસમો વિરૂધ્ધ જુગાર ધારાની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જુગાર રમતા નવ આરોપી (૧) અયુબભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ રહેવાસી, કરકા કોલોની ઈખર તા.આમોદ જી.ભરૂચ (૨) સિરાજ યાકૂબ પટેલ(બગસ) રહેવાસી,મુન્શી પાર્ક આછોદ તા.અમોદ જી.ભરૂચ (૩) ચંદુભાઈ મગનભાઈ માળી રહેવાસી, રાજનગર પાલેજ જી.ભરૂચ (૪) ઈમરાન રફીક પઠાણ રહેવાસી, નવીનગરી ગામ લાતીપૂર ટીંબી તા.કરજણ જી.વડોદરા (૫) લાલજીભાઈ ગુલાબભાઈ વસાવા રહેવાસી, નવીનગરી ગામ સીમડી તા.કરજણ જી.વડોદરા (૬) અયુબભાઈ ઈબ્રાઈમભાઈ મલેક રહેવાસી, સાબરી સ્કુલ તા.કરજણ જી.વડોદરા (૭) દાઉદભાઈ આદમભાઈ પટેલ રહેવાસી, નવીનગરી અલકાપુરી, વલણ તા.કરજણ જી.વડોદરા (૮) સબ્બીર અલી પઠાણ રહેવાસી, કરકા કોલોની ગામ ઈખર તા.આમોદ જજી.ભરૂચ (૯) ઉષ્માનભાઈ અહમદભાઈ કામરૂ રહેવાસી, કારકા કોલોની ગામ ઈખર તા.આમોદ જી.ભરૂચને ઝડપી પાડી તેમની પાસેથી અંગઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૨૬,૭૮૦,મોબાઈલ નંગ ૦૫ કિંમત રૂપિયા ૨૫,૦૦૦,હ્યુન્ડાઈ ઔરા ફોરા વ્હીલ કાર કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૮,૫૧,૭૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.







