(ગણપત મકવાણા,પંચમહાલ)
શહેરા તાલૂકાના લાભી ગ્રામ પંચાયતને નગરપાલિકામાં વિસ્તારમાં ન સમાવેશ કરવાને લઈને ગ્રામજનોએ મામલતદાર ધર્મેન્દ્ર પટેલને આવેદનપત્ર આપ્યુ હતુ.
આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે લાભી ગ્રામ પંચાયત (તા.શહેરા જી.પંચમહાલ) ના સરપંચ તથા સભ્યો તથા ગ્રામજનોની નમ્ર વિનંતી છે કે અમો લાભી ગ્રામીણ વિસ્તારમાં રહીએ છે.અમારા ગામમાં આવેલા કાચા- પાકા મકાનો બિલકુલ છુટાછવાયા છે.અમારુ ગામ નગરપાલિકા વિસ્તારમાં જવાથી કોઈ વિકાસના કામો જેવા કે વીજળી તથા પાણી તથા રસ્તાઓને પુરા ગામ વિસ્તારને સાંકળી શકાય તેમ નથી.તથા અમારા ગામની નાગરિકો મોટા ભાગે નાની મોટી છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલા છે. તથા અમારા ગામની મહિલાઓ ઘરકામ અને ખેતીકામની વ્યવસાય કરે છે.વધુમા એમ જણાવીએ છે કે અમારા ગામમા કોઈ પણ પ્રકારના ધંધાઓ આવેલા નથી.અમારુ ગામ આર્થિક રીતે પછાત છે.જેથી અમારા ગામના લોકો નગરપાલિકાના વેરો ભરી શકે તેવી પરિસ્થિતીમાં નથી.જેથી અમારા ગામની વિનંતી છે કે અમારા લાભી ગામને નગરપાલિકા વિસ્તારમાં ન સમાવેશ કરવામા આવે તેવી અમારી અરજ છે.આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા.







