best news portal development company in india

કમોસમી વરસાદ બાદ ટ્રાફિક સરળ બને તથા લોકોની અવરજવર સુરક્ષિત બને તે માટે ભરૂચ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના મરામતની કામગીરી હાથ ધરાઈ

SHARE:

ભરૂચ,

ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ બંધ થતા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ભરૂચ દ્વારા મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી અને વરસાદને કારણે ઘણા રસ્તાઓની હાલત બિસ્માર થઈ હતી.જેને ધ્યાને રાખીને હાલ વરસાદ રહી જતાં રસ્તાઓની પેવર થી ડામરના પટ્ટા મરવાની કામગીરી કરવામાં આવી રહી છે.સાથો સાથ સરકાર દ્વારા મંજૂર થયેલા રિસર્ફેસિંગના કામોનું પણ પૂર જોશમાં મજબૂતી કરણની કામગીરી ચાલુ કરવામા આવી છે.

સામાન્ય જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર વિભાગની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની મરામતની પૂરજોશમા કરવામાં રહી આવી છે.મશીનરી અને માનવ શક્તિનો સંકલિત ઉપયોગ કરી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.જેના કારણે રસ્તાઓની મરામત અને પેચવર્કથી રસ્તાઓની ગુણવત્તા સુધરશે અને ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ બનશે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભરૂચ જિલ્લામાં વરસાદના લીધે ખરાબ થયેલા રસ્તાઓની મરામત, પેચવર્કના કામની શરૂઆત કરવામાં આવી છે.તેમજ ઝાડી ઝાંખરા હટાવી રસ્તાઓની આસપાસના વિસ્તારોને સ્વચ્છ, સુરક્ષિત અને આકર્ષક બનાવવાની કામગીરી પણ થઈ રહી છે.વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે અંકલેશ્વરથી – રાજપીપળાને જોડતો માર્ગ, રાજપારડી થી નેત્રંગને જોડતા રોડ પર પેવર થી ડામરના પટ્ટા તેમજ મરામતની કામગીરી કરવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!