– સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો રહ્યા હાજર
ભરૂચ,
ભાજપ દ્વારા દિવાળી તહેવાર બાદ સ્નેહમિલન કાર્યક્રમો યોજાતા હોય છે.જેના ભાગરૂપે ભરૂચન ભોલાવ જીલ્લા પંચાયતનો પણ નૂતન સ્નેહમિલન કાર્યક્રમ સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ભરૂચ વિધાનસભામાં સવિષ્ટ ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે “નૂતન વર્ષ સ્નેહમિલન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા સહિતના વિવિધ આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ, નંદેલાવ, રહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીએ કાર્યક્રમની શરૂઆતમાં સૌ મહાનુભાવો અને લોકોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા અને નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ શાબ્દિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપણે સારું ભણતર મેળવવાની જરૂરિયાત છે જેનાથી ઉદ્યોગોમાં નોકરી માટે અમારે ભલામણ કે લા કરવાની જરૂરી ન પડે અને તમારા ભણતર થકી જ તમને ઉદ્યોગોમાં નોકરી મળી રહે.
તો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ શાબ્દિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે હાલમાં ચાલતી SIR ની પ્રકિયા માં તમામ કાર્યકર્તાઓ સહયોગ આપે જેથી આગમની દિવસોમાં શુધ્ધ મતદાર યાદી પ્રસિધ્ધ થાય.







