ભરૂચ,
અંકલેશ્વરમાં ઝગડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે,પાનોલીમાં અગાઉના ઝગડાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે, આલુંજ ગામના યુવાનો વચ્ચે થઈ હતી તકરાર અને યુવકને ધક્કો મારતા નીચે પડી જવાથી મોત થયું હતું.
પાનોલીમાં ઝઘડાની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે,પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.પોલીસે હત્યારાઓને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.અંકલેશ્વરના આલુંજ ગામના યુવાનો વચ્ચે થઈ હતી તકરાર અને યુવાનને ધકકો મારી નીચે પાડી દેતા ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું છે, પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે,પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે હત્યા પાછળનું કારણ શોધવા માટે પરિજનો તેમજ અન્ય મિત્રોની પણ પૂછપરછ શરૂ કરી છે.







