જંબુસર રંગ મંદિર ખાતે યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું પોસ્ટર વિમોચન કરાયું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર શહેરના રંગ ભક્તો દ્વારા દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ભવ્ય ઉજવણી સાથો સાથ સમર્થ શ્રી રંગ અવધૂત મહારાજના પરમ દિવ્ય જીવન કથન આધારિત યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું ઓફિસિયલ પોસ્ટર વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દત્ત ઉપાસક જંબુસર અગ્રણી ઠાકોરભાઈ અમનપુરીયા તથા પ્રવીણભાઈ સિંધાના વરદ હસ્તે પોસ્ટર ખુલ્લુ મુકાયું હતું.
ફિલ્મનું ઓફિસિયલ પોસ્ટર વીમોચન પહેલા દત્ત ભક્તોએ દત્ત બાવની કરી બાદમાં ફિલ્મ પોસ્ટર નું વિમોચન સંપન્ન કરાયું હતું અને ભક્તો દ્વારા પુષ્પ વર્ષા કરતા હર્ષોલ્લાસ સાથે આનંદની લાગણી જોવા મળી હતી.આ પ્રસંગે મનોજભાઈ ગાંધી, કેતનભાઇ ગાંધી, અશોકભાઈ મારુ, નિખીલભાઈ જાની, હસમુખભાઈ પટેલ, નિખીલભાઈ દવે, પ્રમોદભાઈ કાપડિયા,મનીષભાઈ પટેલ સહિત રંગભક્ત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!