best news portal development company in india

આમોદ પાસે હાઈવે પર ટ્રકની ટક્કરે મોટર સાયકલ સવાર ફંગોળાતા ઈજાગ્રસ્ત

SHARE:

ભરૂચ,

આમોદ પાસે આવેલી શમા હોટલની સામે માર્ગ અકસ્માતની ઘટના બની હતી.જંબુસરથી ભરૂચ તરફ પોતાના મોટર સાયકલ પર સવાર થઈને જઈ રહેલા યુવકને અકસ્માત નડ્યો હતો.ઘટનાની વિગતો મુજબ યુવક જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો,ત્યારે આમોદથી કરજણ તરફ જઈ રહેલી એક ટ્રકની પાછળનો ભાગ બાઈક સાથે જોરદાર રીતે અથડાયો હતો.આ ટક્કરને કારણે મોટર સાયકલ સવારે સંતુલન ગુમાવી રોડ પર પટકાયો હતો.જેના કારણે તેને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.સ્થાનિકો દ્વારા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સદ્દનસીબે આ અકસ્માતમાં જાનહાનિ ટળી હતી પરંતુ હાઈવે પર થોડો સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!