ઝઘડિયા ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા બનાસકાંઠાના પાડલીયા ખાતે બનેલ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી

SHARE:

– રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને ઉદ્દેશીને ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ભારતીય ટ્રાઈબલ પાર્ટી દ્વારા સામાજિક કાર્યકર મિતેશ પઢિયારની આગેવાની હેઠળ ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન આપીને બનાસકાંઠાના પાડલીયા ખાતે જંગલ ખાતું પોલીસ અને આદિવાસી લોકો સાથે થયેલ ઘર્ષણની ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી.

ભારતના ર‍ાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને ઉદ્દેશીને આપેલ આવેદનમાં જણાવાયું હતું કે પાડલીયા ગામના વિસ્તારમાં જંગલખાતા દ્વારા જે ઝુંપડાઓને નુકશાન કરેલ છે તેનું વળતર મળવું જોઇએ,તેમજ આ વિસ્તારમાં જમીન ખેડતા લોકોને જમીનના હક્કની સનદો મળવી જોઈએ.આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે ગુજરાતના ઘણા અનુસુચિત પાંચના વિસ્તારોમાં પણ પાડલીયા વિસ્તાર જેવી પરિસ્થિતિ હોઈ અનુસુચિત પાંચ મુજબ કાર્યવાહી થવી જોઈએ,વર્ષ ૨૦૧૭ થી ગુજર‍ાત સરકાર દ્વારા પેસા એક્ટ સ્વિકારીને જે નિયમો બનાવ્યા છે તેને ફરી જાહેર કરવા,ઉપરાંત અત્યાર સુધીમાં અનુસુચિત પાંચના આરક્ષીત વિસ્તારોમાં ગ્રામસભાની મંજુરી સિવાયની જે જમીનોની ખરીદી કરવામાં આવી છે તેના દસ્તાવેજો રદ થવા જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી.જંગલ વિસ્તારોમાં આદિવાસી લોકોને જંગલ ખાતા દ્વારા જમીન ખેડતા અટકાવવાની ઘટનાઓ બનતી અટકાવવા પણ માંગ કરવામાં આવી હતી.આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે આદિવાસી લોકો પોતાની આજીવિકા માટે હજ્જારો વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા આવ્યા છે,પાડલીયા વિસ્તારમાં જમીન પર વાવેતર કરી પાક ઉગાડેલ હતો તે પાક નષ્ટ કરી દેવાયો તેમજ આદિવાસી લોકોના ઝુંપડાની તોડફોડ કરવામાં આવી જેનાથી આદિવાસી લોકોને પોલીસ અને જંગલ ખાતા સાથે ઘર્ષણ થયું.આવેદનમાં વધુમાં જણાવાયું હતું કે ઝઘડિયા વિસ્તાર પણ અનુસુચિત પાંચમાં સમાવિષ્ટ હોઈ આ વિસ્તારના ગામોમાં ગ્રામસભાની મંજુરી બાદ જ જમીન,ખાણ,ખનીજ તેમજ  ગામને લગતી બધી કામગીરી  કરવામાં આવે.ઉપરાંત આદિવાસી સમાજ સાથે થતો જુલમ બંધ કરાવાય તેવી પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!