– હયાત જુના બ્રીજને પણ રીપેરીંગ કરવામાં આવશે
ભરૂચ,
આમોદ – જંબુસર વચ્ચે વાહનવ્યવહાર અર્થે મહત્વનો ગણાતો ઢાઢર નદીના બ્રીજને સમાંતર નવો બ્રીજ બનશે તેમજ હયાત બ્રીજને પણ રીપેરીંગ કરવામાં આવશે.ઢાઢર નદીના જર્જરીત બ્રીજ બાબતે ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાના પ્રયાસોથી નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ૧૯.૧૯ કરોડના ખર્ચે ઢાઢર બ્રીજને સમાંતર નવો બ્રીજ બનાવવા તેમજ હયાત જૂના બ્રીજને રીપેરીંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.જેનું ગત રોજ ટેન્ડર પ્રસિદ્ધ થતાં વાહનચાલકોમાં ખુશી જોવા મળી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઢાઢર નદીના બ્રીજ ઉપર ભારદારી વાહનો ઉપર પ્રતિબંધ હોવાથી વાહનચાલકો તેમજ નજીકના નાના ઉદ્યોગોને પણ આર્થિક ફટકો પડી રહ્યો છે.ત્યારે નવા બ્રીજની મંજૂરી અંગે ઓનલાઈન ટેન્ડર પ્રસિદ્ધ થતાં વાહનચાલકોમાં તેમજ ઉદ્યોગ સાહસિકોના ખુશી જોવા મળી હતી.ઢાઢર નદીના બ્રીજને સમાંતર નવો બ્રીજ મંજૂર વાહનોની અવરજવર સરળ બનશે તેમજ સમય અને ઈંધણની પણ બચત થશે.બ્રીજને મંજૂરી મળતા ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમજ સાસંદ મનસુખભાઈ વસાવાનો આભાર વ્યક્ત કર્યો હતો.ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ સાસંદ મનસુખ વસાવાના અથાગ પ્રયાસોને કારણે ઢાઢર નદીના બ્રીજને સમાંતર નવા બ્રીજની મંજૂરી મળતા આમોદ જંબુસર પંથકમાં આનંદ છવાયો હતો.




