best news portal development company in india

જો માંગણી કરી હોય તો તેના પુરાવા આપે ભાજપ અને મારા મોબાઈલની કોલ ડિટેલ પણ મંગાવે : ચૈતર વસાવા

SHARE:

– નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના બિલો ઉધારવામાં આવ્યા છે – ચૈતર વસાવા

– જેને પણ આ બીલો ચૂકવાવમાં આવ્યા છે જે એક અઠવાડિયામાં પરત લેવામાં આવે નહિ તો આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે.

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભરૂચના ભાજપી સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી એક વાર આમને સામને આવ્યા છે. ખાસ કરીને પ્રધાનમન્ત્રી કાર્યક્રમમાં કાર્યપાલક ઈજનેર પાસે આપ પાર્ટીના નેતાએ 75લાખની માંગણી કરી હોવાનો મામલો ચર્ચા નો વિષય બન્યો છે.ત્યારે સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા બંને નેતાઓના આ મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપથી ભરૂચ નર્મદાનું રાજકારણ ગરમાયું છે.

હમણાં સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખ કોની પાસે માગ્યા એનો ખુલાસો કરી દીધો છે.જોકે ચૈતર વસાવાએ મીડિયા સામે જણાવ્યું હતું કેનર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કરોડો રૂપિયાના બિલો ઉધારવામાં આવ્યા છે.ભાજપના મળતીયાઓની એજન્સીઓએ જ કામ કર્યા છે અને તેમને જ પેમેન્ટ ચૂકવાવમાં આવ્યું છે.જોકે આગાઉ ભાજપે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા હતા કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ ના ખર્ચ પેટે 75 લાખની માંગણી કરી હતી તે પાયા વિહોણી છે.મેં એવી કોઈ માંગણી કરી નથી. અનેજો માંગણી કરી હોય તો તેના પુરાવા આપે ભાજપ.મારા મોબાઈલ ની કોલ ડિટેલ પણ મંગાવે એમ મીડિયા સામે ચૈતર વસાવાએ જણાવ્યું હતું.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લાખો રૂપિયાના પાણીના બિલો મુકવામાં આવ્યા છે.કાર્યક્રમમાં હોટેલના બીલો લાખોમાં છે. જ્યારે કાર્યક્રમમાં આવન જાવન માટે બસોના કરોડો રૂપિયાના બીલો મુકવામાં આવ્યા છે. જેને પણ આ બીલો ચૂકવાવમાં આવ્યા છે જે એક અઠવાડિયામાં પરત લેવામાં આવે નહિ તો આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે.જેની સામે સાંસદ મનસુખ વસાવા એ ચૈતર વસાવાને ખુલ્લા પાડ્યા  હતા.સાંસદ મનસુખ વસાવાએ પણ સામે વળતો જવાબ આપતાં જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના  કાર્યપાલક ઈજનેર મોદી પાસે 75 લાખ માગ્યાછે.માર્ગ મકાનના અધિકારી એ જિલ્લા કલેકટરને કહ્યું અને જિલ્લા કલેકટરે સાંસદ મનસુખ વસાવાને વાત કરીહતી એટલે જાણ થતા મેં તપાસ કરી હતી.સાંસદે એકપણ રૂપિયો ચૈતર વસાવાને  ન આપવાની અધિકારીને સલાહ આપી છે.

સાંસદે મીડિયા સામે જણાવ્યું હતું કે ચૈતર વસાવા પહેલા અધિકારીઓ પાસે માહિતી માગેછે અને પછી તોડ પાડવાનું કામ કરે છે. એ એનું કામ જ છે.અને આ 75 લાખની માગણી મારા અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં જિલ્લા કલેકટરે કરી એ કહે તો ખોટું થોડું કહેવાના  એવું સ્પષ્ટ પણે સાંસદે જણાવ્યું હતું.આવા તોડપાની કરે છે અને વારંવાર  આવા આક્ષેપ કરે છે.માટે મારે હવે એમને ખુલ્લા પાડવા ની ફરજ પડીછે એમ.સાંસદ મનસુખ વસાવાએ જણાવતા ભર શિયાળે ભરૂચ નર્મદા ના રાજકારણ માં રાજકીય ગરમાવો આવી ગયો છે.ધારાસભ્ય ચૈતર વસાવા આક્ષેપ કરેલો કે ભાજપના મુરતિયાઓને કામ આપવામાં આવ્યા.તો સામે સાંસદે પૂછ્યું  કે યાદી આપો ક્યાં ભાજપના મુરતિયાને કામ આપે છે?

એમ કહી સાંસદે ખુલ્લા પાડ્યા હતા અને ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે ચૈતર વસાવાએ માર્ગ મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખ માગ્યા હવે એ  ધારાસભ્ય બોલેએવો પડકાર પણ કર્યો હતો.આમ બન્ને નેતાઓ ફરી એકવાર આમને સામને આવી ગયા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!