ઝઘડિયા નાઈટ્રેકસ કંપની ખાતે કામદારોની હડતાલ : વિવિધ માંગણીઓને લઈ ગેટ બહાર વિરોધ

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ નાઈટ્રેકસ કંપની ખાતે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા કામદારોએ આજે પોતાની વિવિધ પ્રશ્નો તથા પડતર માંગણીઓને લઈને કંપનીના મુખ્ય ગેટ બહાર એકત્રિત થઈ હડતાલ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ઝઘડિયા તાલુકામાં અવારનવાર કામદારો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરતા હોય છે.ઘણી વખત કંપની સત્તાધીશો દ્વારા કામદારોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવતા કામદારોને હડતાળ જેવા પગલાં લેવા પડે છે. આજરોજ પણ નાઈટ્રેકસ કંપનીમાં કોન્ટ્રાક્ટ આધારિત તેમજ કાયમી કામદારો દ્વારા કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.કામદારોએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી પોતાની વિવિધ સમસ્યાઓ અંગે કંપની સત્તાધીશો સમક્ષ રજૂઆત કરતા આવ્યા છે,છતાં પણ યોગ્ય ઉકેલ ન મળતા હડતાલનો માર્ગ અપનાવવો પડ્યો છે.આ ઘટનાની જાણ થતાં ઝઘડિયા જીઆઈડીસી પોલીસ તાત્કાલિક કંપની સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લઈ કામદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!