(વિજય વસાવા,નેત્રંગ)
પૂર્વ ધારાસભ્ય અને બિટીપીના પૂર્વ રાષ્ટ્રી અધ્યક્ષ ભાજપ બાદ કોંગ્રેસમાં જોડાયેલ મહેશ વસાવાને લઈ રાજનીતિ ગરમાઈ છે.ત્યારે તેઓની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.જેમાં તેઓએ ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને જીતાડવા અને ચૈતર વસાવાને હરાવવા જોડાયા હોવા સાથે ચૈતર વસાવાએ અમારી સાથે PA તરીકે રહી ગદ્દારી કરી બધા ડેટા ચોરી કરી લોકો સાથે સંપર્કમાં આવ્યો છે.સાથે ચૈતર વસાવા પર ઘણા બધા ગુનાઓ દાખલ છે.આદિવાસી સમાજને તોડવાનું અને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું કામ કરે છે.જેતે સામે આપ અને બિટીપી વચ્ચે ગઠબંધનની વાતો વચ્ચે ચૈતર વસાવાએ ગદ્દારી કરી દિલ્હી જઈ આપમાં લડવા ટિકિટ લઈ આવ્યા હતા.છોટુભાઈ વસાવાના ભાણેજ રાજુભાઈ વસાવા અને રજની વસાવા તથા સરપંચો સાથે આપમાં જોડાવા મુદ્દે ગદ્દાર ગણાવ્યા હતા.સાથે તેઓએ સંસદ મનસુખ વસાવા વખાણ મામલે કહ્યું હું સાચો અને નિષ્ઠાવાન માણસ છું એટલે સાસંદ મારા વિશે ખોટું નહીં બોલે અને ચૈતર વસાવાને હીરો બનાવવા ભાજપ જાતે પ્રકાશ એન્ડ કંપની સાથે ફંડ પહોંચાડી તેની મદદ કરે છે.દિગ્ગજ નેતા અને પિતા છોટુભાઈ વસાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે કહ્યું મારા પિતા છે, મારા ગુરુ છે,ખોટા રસ્તે જવ તો ઠપકો આપી શકે, બે તમાચા મારે તો પણ ખાઈ લેવા પડે તેમ જણાવ્યું હતું.







