best news portal development company in india

રાજપારડી વિસ્તારના ખેડૂતો દ્વારા ગુજરાત સ્ટેટ પેટ્રોલ લિમિટેડ દ્વારા આંબોલી રાજપીપળા પાઈપલાઈન પ્રોજેક્ટનો કલેકટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

SHARE:

– ઝઘડિયા તાલુકાનો આ વિસ્તાર શિડયુલ પાંચમા આવતો હોય ગ્રામસભાની મંજૂરી વગર કોઈ પ્રોજેક્ટ અથવા વિકાસ કામ હાથ ધરી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના વંઠેવાડ રાજપારડી વિસ્તારમાં થઈ ગુજરાત સ્ટેટ પેટ્રોલ લિમિટેડ ગાંધીનગર દ્વારા આંબોલી રાજપીપળા પાઈપલાઈન પ્રોજેક્ટ સેક્શન એક નાખવાનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે જે બાબતે રાજપારડી વિસ્તારના ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેનો વિરોધ નોંધવામાં આવ્યો છે.

આવેદનપત્રમાં તેમણે જણાવ્યું છે કે તેમનું ગામ વિસ્તાર રાજપારડી અવિધા સારસાને સરકાર દ્વારા અનુસૂચિત પાંચ તથા પૈસા વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે,પૈસા અધિનિયમની કલમ અનુસાર ગ્રામસભાને જમીન કુદરતી સંસાધનો તથા વિકાસ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાનો સર્વોચ્ચ અધિકાર આપવામાં આવેલ છે.ઉપરાંત ભારતના બંધારણીય અનુસૂચિત પાંચ હેઠળ આવતા વિસ્તારોમાં ગ્રામસભાની પૂર્વ મુક્ત અને જાણકારી યુક્ત સંમતિ વિના કોઈપણ પ્રકારની જમીન ઉપર વિકાસ કામ કે પ્રોજેક્ટ હાથ ધરવો કાયદેસર નથી, ખેડૂતોને જણાવવામાં આવેલ છે કે આ વિસ્તાર માંથી પાઈપલાઈન નાખવાના પ્રસ્તાવિક કામ માટે જમીન માપણી સર્વે તથા અન્ય કાર્યવાહી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી રહી છે,પરંતુ આજદિન સુધી ગ્રામસભાની બેઠક બોલાવીને ખેડૂતો ગ્રામજનોને સ્પષ્ટ મુક્ત અને પૂર્વ સંમતિ દેવામાં આવી નથી આ પરિસ્થિતિમાં પ્રસ્તાવિત પાઈપલાઈન કામ પૈસા અધિનિયમની કલમ તેમજ ભારતના બંધારણની અનુસૂચિત પાંચ હેઠળના રક્ષણાત્મક પ્રાવધાનનો સીધો ભંગ છે, ઉપરાંત સદર જમીનનો મુખ્યત્વે ખેતી પર આધારિત છે પાઇપલાઇન નાખવાથી જમીનની ઉપર ક્ષમતા પર પ્રતિકુળ અસર થવાની પાકને નુકસાન થવાની તથા ભવિષ્યમાં ખેતી કામગીરીમાં અડચણ ઊભી થવાની સંપૂર્ણ શક્યતા છે, અગાઉના અનુભવ મુજબ વળતર પાક નુકસાનની ભરપાઈ તથા પુનઃસ્થાપન સ્પષ્ટતા અને ન્યાયસંગત નિર્ણય સમયસર થતો નથી, જે ખેડૂતો માટે ગંભીર ચિંતાજનક બાબત છે, આથી ઉપરોક્ત કાયદાની જોગવાઈઓના આધારે આ વિસ્તારના ખેડૂતો ગ્રામજનો એક મતથી સ્પષ્ટ રીતે વિરોધ વ્યક્ત કરીએ છીએ અને નીચે મુજબની માંગણીઓ કરીએ છીએ, માંગણીઓમાં તેમણે જણાવ્યું હતું કે ગ્રામસભાની પૂર્વ મંજૂરી અને ખેડૂતોની મુક્ત સંમતિ વિના કોઈપણ પ્રકારનો સર્વે માપણી પાઈપલાઈન કાર્ય શરૂ ન કરવામાં આવે, જે અનુસંધાને તા.૨૪.૧૨.૨૫ ના રોજ પૈસા એકત અંતર્ગત ગુજરાત રાજ્ય સરકાર તરફથી ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા કરવામાં આવનાર ગેસ લાઈનનો તમામ ખેડૂતોએ ગ્રામસભામાં વિરોધ કરેલો હતો અને જે બાબતનો ઠરાવ પણ પસાર કરવામાં આવેલ હતો, પૈસા અધિનિયમ તથા અનુસૂચિત પાંચ હેઠળની તમામ કાયદાકીય જોગવાઈઓનો કડક પાલન કરવામાં આવે,જો પ્રસ્તાવ પર આગળ વિચાર કરવો હોય તો ગ્રામસભામાં સંપૂર્ણ માહિતી સાથે ચર્ચા કરી લેખિત સંમતિ મેળવવામાં આવે, જમીન પાક તથા રોજગાર પર થનારી અસર અંગે પૈસા અધિનિયમ તથા લાગુ પડતા જમીન અધિગ્રહણ કાયદા મુજબ સ્પષ્ટ ન્યાયસંગત અને સમયબદ્ધ વળતર તથા પુનઃ સ્થાપના નીતિ રજૂ કરવામાં આવે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ઉપરોક્ત બાબતનું નિરાકરણ કાયદેસર રીતે ન થાય ત્યાં સુધી અમારી જમીનમાં કોઈપણ પ્રકારનું પાઈપલાઈન કામ પ્રવૃત્તિ ન કરવા તેઓએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!