ડીસીએમ શ્રીરામ કેમિકલ્સ દ્વારા ઝઘડિયામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ

SHARE:

– ઉત્તરાયણ નિમિત્તે ખાસ બાઈક સવારોને જાગૃતિ અને સુરક્ષા માટે બાઈક ઉપર ગાર્ડ લગાવાયા

ભરૂચ,

ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા આજ રોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

માર્ગ સલામતી સપ્તાહ અભિયાનમાં ઝઘડિયાના પોલીસ ઈન્સ્પેક્ટર કે.એલ.લાકોડ તથા તેમની ટીમ ઉપસ્થિત રહી હતી.આ કાર્યક્રમ દરમ્યાન ડીસીએમના મેનેજમેન્ટ અધિકારીઓ નિલેશ ભારતી, રાજેન્દ્ર પુવાર, સંદિપ વરીઆ વગેરે દ્વારા દ્વિચક્રી વાહનો પર  સેફ્ટી ગાર્ડ લગાવી આપ્યા હતા. તદ્દઉપરાંત વાહન ચાલકોને ટ્રાફિક અંગેની જાણકારી આપવામાં આવી હતી.ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી બાઈક સવારોને થતી ઈજાઓ રોકવા માટે તેમાંથી રક્ષણ મેળવવા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ લગાવાયા હતા.આ સાથે પી.આઈ. લાકોડે બાઈક સવારોને હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કરવા પ્રતીકાત્મક ‘કી-ચેન’ નું પણ વિતરણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ડીસીએમ કંપની અવાર નવાર સીએસઆર હેઠળ સમાજ લક્ષી કાર્યક્રમો કરવા તત્પર રહે છે. ડીસીએમ કંપની દ્વારા નજીકના વિસ્તારોમાં વિવિધ સમાજઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!