જંબુસર ભુત ફળીયા વિસ્તાર માંથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપાયો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર ભૂત ફળિયા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો મોટો જથ્થો જંબુસર પોલીસે ઝડપી પાડ્યો છે.જંબુસર પોલીસે કડક કાર્યવાહી કરી ચાઈનીઝ દોરીના ૫૦ ફિરકા જેની કિંમત ૩૦ હજાર છે.

જંબુસર પોલીસે ઉતરાયણ પર્વને ધ્યાન રાખી પી.આઈ વી કે ભૂતિયા ની સુચના આધારે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ જે બાતમી આધારે ભૂત ફળિયા ખાતે રહેતા રોહિત મહેશભાઈ વાઘેલાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ મંદિરના ઓટલા પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફીરકા ૫૦ નંગ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ નો મુદ્દા માલ પોતાના અંગત ફાયદા સારું વેચાણ અર્થે રાખતા મળી આવતા સદર મુદ્દામાંલ કબ્જે કરી જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!