સાગબારા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના કિસાનોની શિબિર રાખવામાં આવી હતી.જેમાં કૃષિને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.ગત વર્ષમાં અનાવૃષ્ટિને કારણે કિસાનોના પાક સંપૂર્ણ નિષ્ફળ થયો હતો.જેમાં ગુજરાત સરકારે કિસાનોને મસ્કરી સમાન સહાય કરી જે નહિવત છે.
કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે જેમાં 80 ટકા વસ્તી કિસાનોની છે.છતાં પણ કિસાન દુઃખી છે જેનું કારણ ફક્ત રાજકારણ છેં.જયારે જયારે
ચૂંટણીઓ આવે છે ત્યારે તેમને કિસાનોની યાદ આવે છે.આઝાદી પછી દેશને 75 વર્ષ થયા જેમાં જુદી સરકારો આવી પરંતુ કોઈ પણ સરકારે કિસાનોના હિતમાં કોઈ યોજના બનાવી નથી કિસાનોને અત્યારે નર્મદાના છેવાડાના ગામોમાં સિંચાઈનું પાણી નથી,બોરવેલની સુવિધા નથી, ડુંગરાર વિસ્તાર હોવા છતાં જમીનને સમતલ કરવા કોઈ યોજના બની નથી,કિસાનોના પાકના પોષણશ્રમ ભાવો આપવામાં આવતા નથી,નકલી બિયારણ, નકલી દવાઓની ભરમારથી કિસાનોને ઘણું નુકસાન થઈ રહ્યું છે.જેથી કિસાન દેવાના ડુંગરમાં ફસાઈ ગયો છે.કિસાનોને સરકાર જે લોન આપે છે અનાવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાથી કિસાન પોતાની લોન ભરી શકતો નથી એક બાજુ ઉદ્યોગપતિઓને સરકાર લોન આપીને ઉદ્ધાર કરી રહી છે અને તેમના દેવા પણ માફ કરી રહી છે જયારે કિસનોની દેવા માફીની કોઈ યોજના નથી જે થી દેવું ભરપાઈના કરી શકવાથી કિસાન આત્મહત્યા કરે છે.પણ સરકારના પેટનું પાણી હાલતુ નથી અત્યારે હરિયારી ક્રાંતિને મોટા મોટા જંગલો છે.ત્યાં તેનો નાસ કરીને કોક્રેટના જંગલો ઉભા કર્યા છે જે એક લાલબત્તી સમાન છે.ભારત દેશની ખેતીની જમીનોની જગ્યાએ મોટા મોટા ઉદ્યોગોનું સામ્રાજ્ય છે.જેથી ખેતી જમીનો નાસ થઈ રહ્યો છે.જો સરકાર આ બાબત ગંભીરતાથી નહિ લે તો ખેતી પાકશે નહી અને ભૂખમરો પેદા થશે અને બહાર દેશો પાસે કટોરો લઈને અનાજ માટે ભીખ માંગવી પડશે એ દિવસો હવે દૂર નથી એટલે કિસાનોના હિતમાં મક્કમ યોજના બનાવી કિસાનોને ઉદ્ધાર કરી આ બાબતે ચિંતન કરવાની જરૂર છે.