best news portal development company in india

એકતાનગર ખાતે રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો

SHARE:

– દેશ અને વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરાયાં જેમાં ૭૯ પતંગબાજોએ ભાગ લીધો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૨૧ દેશોના ૪૫ તેમજ ગુજરાત સહિત ભારતના ૩૪ મળી કુલ ૭૯ પતંગબાજો ભાગ લીધો હતો.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ફુગ્ગા ઉડાડી આજે જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીઈશ્વરસિંહ પટેલની પઉપસ્થિતિમાં જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના ડેમ વ્યુ પોઈન્ટ -૧ ખાતે યોજાયો હતો

આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી, જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવ, કલેકટર એસ કે મોદીની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!