ભરૂચ,
ઝાડેશ્વર શબરી વિદ્યા પીડમ ખાતે પરમ પૂજ્યશ્રી શિવકૃપાનંદ સ્વામીજી ના બતાવેલ આધ્યાત્મિક માર્ગને આદર્શ ગણી સમાજને જીવંત ગુરુતત્વ વિશે સંપૂર્ણ જ્ઞાન ગુરુકથાના માધ્યમથી રસપાન કરાવવામાં આવી રહ્યું છે.ભારતીય આધ્યાત્મિક પરંપરામાં જીવંત સદ્ગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો જીવતો માર્ગ માનવામાં આવે છે.સદ્દગુરુના માધ્યમ થી કેવી રીતે આત્મ સાક્ષાત્કાર થઈ શકે તેના સરળ દ્રષ્ટાંતો થી ગુરુ કથાના વક્તા શ્રી મોહિતભાઈ આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.ગુરુ કથાનો લાભ લેવા ભરૂચ શહેરની અને ઝાડેશ્વરની જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.







