ભરૂચ,
ઝઘડિયા તાલુકામાં દીપડાઓનો વસવાટ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયો છે. દીપડો હવે જંગલ વિસ્તાર પૂરતો સીમિત ન રહેતા માનવ વસ્તી સુધી પહોંચી પશુઓ પર હુમલા કરી રહ્યો હોવાની ઘટનાથી સામે આવી રહી છે.ઝઘડિયા તાલુકાના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર દીપડાઓ બિન્દાસ ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે દીપડોની વધતી વસ્તી ચિંતા નો વિષય બની છે વણાકપોર ગામના ભાવેશ ભાઈ ઝાલાના જણાવ્યા મુજબ ગત રાત્રીએ ઝઘડિયા તાલુકાના વળાંકપોર ગામના પટેલ ફળિયામાં પશુપાલક મુકેશભાઈ મણીલાલ પટેલ ના ઘર આંગણે બાંધેલી ગીર વાછરડીને દીપડા એ સ્થળ પર જ ફાડી ખાધી હતી, પશુપાલક એ પોતાની વાછરડીને ઘર આંગણે બાંધી હતી.જ્યાં રાત્રિ દરમિયાન દીપડો ત્રાટક્યો હતો અને બાંધેલી હાલતમાં જ આ વાછરડીનો શિકાર કર્યો હતો.ગામના ભાવેશ ભાઈ ઝાલા દ્વારા વન વિભાગ ને જાણ કરતા વન વિભાગની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી પંચનામું કરી દીપડાને પકડવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.ઝઘડિયા તાલુકામાં માનવ વસ્તીમાં દિપડાઓની હાજરી એ વન વિભાગ સામે પણ પડકારરૂપ બની છે.




