પંચમહાલના ઘોઘંબામાં આવેલી GFL કંપનીમાં ગેસ ગળતરની ઘટનાથી અફરાતફરી : મંદિરના પૂજારીનું મોત

SHARE:

(ગણપત મકવાણા,પંચમહાલ)

પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકાના રણજીત નગર ખાત આવેલી GFL કંપનમાં બપોરના સમયે ગેસ લીકેજની ઘટના બની હતી.જેના કારણે અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો.ગેસ લીકેજના કારણે કામદારોને ગુગળામળ તેમજ  વોમીટીંગ જેવી સમસ્યા થઈ હતી.તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમ પણ પહોચી ગઈ હતી.કંપની દ્વારા  હાલ ગેસ લીકેજ પર કાબુ મેળવી દેવામાં આવ્યો છે.ઘટનાને લઈને આસપાસના ગામોમાં પણ ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.પણ હાલ પરિસ્થીતી કાબુમા હોવાથી પોલીસે લોકોને નહી ડરવાની અપીલ કરી છે.

પંચમહાલ જીલ્લાના ઘોઘંબા ખાતે ગુજરાત ફલોરોકેમિકલ લિમીડેટમાં ગેસ લીકેજ થવાની ઘટનાને લઈને ભારેદોડધામ મચી ગઈ હતી.જેમાં ૧૨ જેટલા કામદારો તેનાથી અસર પહોચતા તાત્કાલિક હાલોલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા.પોલીસને ઘટનાની જાણ થતા તેમજ સ્થાનિક તંત્રને પણ ઘટના જાણ થતા ધટના સ્થળે પહોચ્યુ હતુ.જીલ્લા પોલીસવડા હરેશ દુધાત પણ ઘટના સ્થળે પહોચ્યા હતા. હાલ તો કંપની દ્વારા ગેસ લીકજને કાબુમાં લઈ લેવામા આવ્યો છે.હાલ પરિસ્થીતી કાબુ હેઠળ છે.કામદારોને સારવાર આપવામાં આવી રહી છે.પરંતુ કંપનીમાં આવેલ મંદિરના પૂજારીનું મોત થયું હોવાની માહિતી સાંપડી રહી છે.

Oplus_131072
BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!