પાનોલી GIDC ની Sanghvi Organics કંપનીમાં લાગેલી ભયંકર આગ સાડા ત્રણ કલાક બાદ કાબુમા આવી

SHARE:

– 10થી વધુ ફાયર ટેન્ડરોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા : આગના પગલે નજીકમાં આવેલ સંજાલી ગામમાં ભયનો માહોલ

ભરૂચ,

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી Sanghvi Organics કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી.કેમિકલનું ઉત્પાદન કરતી આ કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના ગામોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને તત્કાલિક લોકો અન્ય સ્થળે જવા મજબૂર બન્યા હતા.રવિવારની વહેલી સવારે પાનોલી GIDC ની Sanghvi Organics કંપનીમાં ભયંકર આગનો બનાવ બન્યો હતો.આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.જેનાથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો.આગના કારણે થયેલા ધડાકા બાદ આસપાસના પાંચ ગામોમાં ભૂકંપ જેવો ઝાટકો લાગ્યો હતો અને સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ હતી.આગ સાડા ત્રણ કલાક બાદ કાબુમાં આવી હતી.

વહેલી સવારે બનેલી આગની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી DPMCના 10થી વધુ ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સઘન કામગીરી હાથધરી હતી અને સતત પાણી અને ફોમ નો માળો ચલાવતા સાડા ત્રણ કલાક પછી આશરે આગ કાબુમાં આવી હતી.જોકે આગની ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.આગની ઘટનાની જાણ થતા ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ,ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી.આ ઘટનાની અસર નજીકના સંજાલી ગામમાં પણ જોવા મળી હતી.સ્થાનિક રહેવાસી ઝકીરભાઈના જણાવ્યા મુજબ આ આગ એટલી ભયાનક હતી કે તેની અસર ખરોડ, ભાઠી અને બાકરોલ જેવા આસપાસના ગામોમાં પણ અનુભવાઈ હતી.લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.ઝકીરભાઈએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અને તેનાથી મોટું નુકસાન થાય છે જેના કારણે આસપાસની ઘણી કંપનીઓ પણ બંધ થઈ ગઈ છે.તેઓએ વધુમાં ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જો આ બેદરકારીને કારણે કોઈનો જીવ જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેમણે સત્તાવાળાઓને અપીલ કરી છે કે આ ગંભીર બાબત પર ખાસ ધ્યાન આપે અને આવી જીવલેણ અને હાનિકારક ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં સુધી નક્કર પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઘટનાઓ અટકશે નહીં.

નોટીફાઈડ એરિયા ઓથોરિટી પાનોલી જીઆઈડીસીના સીઓ રાહુલ કુશવાહાએ જણાવ્યું હતું કે પાનોલી,અંકલેશ્વર,નગરપાલિકા અંકલેશ્વર સહિત ૧૩ જેટલાં ફાયર ફફાયટરો આગને કાબુમાં લેવા મથામણ કરી રહ્યા છે.૩ કલાકે કોઈ કારણસર લાગેલી આગને કારણે કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં ધડાકા સાથે જ નજીકમાં આવેલ સંજાલી ગામનાં લોકોને આંખોમાં બળતરા થતા હતા,ધુઘરૂ દેખાતું હતું,લોકો જીવ બચાવવા ગામ છોડી જ્યાંથી જગયા મળી ત્યાંથી ભાગી રહ્યા હતા.કંપનીને મોટું નુકશાન થવા પામ્યું હતું.હાલમાં પણ ફાયર ફાયટરો આગને કાબૂમાં લેવા ફાયર બ્રિગેડ જવાનો મથામણ કરી રહ્યા છે.જો કે નજીકમાં આવેલ ૩ થી ચાર કંપનીઓને પણ મોટું નુકશાન થવા પામ્યું છે.ધડાકા સાથે લાગેલી આગનાં ગોટેગોટા દુર દુર સુધી દખાતાં હતા.પર્યાવરણનેં મોટા પાયે નુકશાન થવા પામ્યું છે. કંપનીમાં થયેલા ધડાકા સાથે જ કંપનીનાં કેમીકલ જાહેર ગટરોમાં વહેતાં પ્રદુષિત પાણી દુર દુર સુધી અસર થવા પામી હતી.આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હોવાનું પ્રાથમિક જાણકારી મળી હતી.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!