(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સરદાર વલ્લભભાઈ પટેલને 150 મી જન્મ જયંતિ નિમિતે 31 ઓક્ટોબર 2025 ના દિને રાષ્ટિય એકતા દિવસે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાનાર હોય જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.જેમાં પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રૂપ એવું એકતાનગર ખાતે ભારતનું સૌથી મોટું બોન્સાઈગાર્ડન (વામન વાટિકા વૃક્ષ) નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવશે ત્યારે તેઓ 30 તારીખે આવી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતા નગર વિસ્તારમાં 16 જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાઓના લોકાર્પણ કરવામાં આવશે જેમાં ખાસ મુખ્ય આકર્ષણ બોન્સાઈ ગાર્ડનનું છે. જેને વામન વૃક્ષ વાટિકા નામ આપવામાં આવ્યું છે.
એકતા નર્સરી પાસે આવેલ આ સુંદર ગાર્ડન પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રહેશે.કારણે આ બોન્સાઈ ગાર્ડન પ્લાન્ટ જેમાં 1400 અને ખાસ 30000 થી વધુ નાના મોટા ગ્રીનરી માટે પ્લાન્ટેશન ફૂલ ઝાડ લગાડવામાં આવ્યા છે.જેમાં તળાવ સાથે જુદા જુદા બોન્સાઈ વૃક્ષો જોવા મળશે.આ અનોખું ગાર્ડન ભારત માં પહેલું સુંદર ગાર્ડનની ભેટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસીઓને આપી છે.બોન્સાઈ એક જાપાનીઝ પદ્ધતિ છે.જેમાં નાના છોડ ઘરમાં ગાર્ડનમાં શુશોભીત કરી શકાય છે.જેને ખાસ પદ્ધતિ થી ઉગાડાય છે.




