– ગાડી ચાલકે ખાડો ટાળવા જતા અક્સ્માત સર્જાયો
આમોદ,
આમોદ તાલુકાના સુડી ગામની સીમ પાસે ગતરોજ બપોરના સમયે ઓરા થી સમની જવાના કેનાલ વાળા રોડ ઉપર કાર ચાલકે ખાડો ટાળવા જતા બાઇક ચાલકને અડફેટમાં લેતા અક્સ્માત સર્જાયો હતો.જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું.જ્યારે મિત્રની સાળીને ગંભીર ઈજાઓ થઈ હતી.આમોદ પોલીસે કાર ચાલક સામે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
વાગરા તાલુકાના ઓરા ગામનો ધર્મેશ વસાવા ગત રોજ બપોરના સમયે તેના મિત્રની સાળીને મુકવા માટે સમની ગામે પોતાની હોંડા સાઈન મોટર સાયકલ નંબર GJ-16-EB-3006 લઈને ગયો હતો.જ્યાં બપોરના સમયે રસ્તામાં ઓરા થી સમની જવાના કેનાલ વાળા રોડ ઉપર સુડી ગામની સીમ પાસે સફેદ કલરની મારૂતી અર્ટિકા ગાડી નંબર GJ-16-FA-8172 ના ચાલકે પોતાની ગાડી ગફલતભરી અને બેફિકરાઈથી હંકારી લાવી ખાડો ટાળવા જતા બાઈક સાથે અકસ્માત થયો હતો. જેથી બાઈક ચાલક ધર્મેશ વસાવા કેનાલવાળા રોડની નીચે લોહીલુહાણ હાલતમાં પડયો હતો.જેને માથાના ભાગે તથા ડાબી આંખ ઉપર તથા ડાબા ગાલ તથા હોઠ ઉપર ગંભીર ઈજાઓ થઈ હતી.તેમજ જમણા પગમાં ફેક્ચર થયું હતું.તેમજ તેના મિત્રની સાળી આરતીબહેન અમીતભાઈ વસાવાને પણ કમરના ભાગે ઈજા હતી અક્સ્માત સર્જી કાર ચાલક કુલદિપસિંહ ઈન્દ્રસિંહ રણા રહેવાસી-સાયખા તા.વાગરા તેની ગાડી ત્યાંજ મુકી ભાગી ગયો હતો.ત્યાર બાદ ૧૦૮ ધર્મેશભાઈ વસાવા તથા મિત્રની સાળી આરતી વસાવાને વાગરા સી.એચ.સી હોસ્પીટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપરના તબીબે ધર્મેશ વસાવાને ચેક કરી મરણ જાહેર કર્યો હતો.તેમજ મિત્રની સાળી આરતીબેન અમીતભાઈ વસાવાને વધુ સારવાર માટે ભરૂચ ખાતે રિફર કરવામાં આવી હતી.




