ભરૂચ,
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી ભરૂચ દ્વારા તા.૦૮ થી ૧૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ ૬૯મી SGFI અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની અં-૧૪,૧૭ અને અં-૧૯ ભાઈઓ/બહેનોની સોફ્ટ ટેનિસ રમતની સ્પર્ધા ભરૂચ ખાતે યોજાયેલ હતી.જેમાં વિવિધ જિલ્લાઓ મળી કુલ ૪૦૩ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ ખુબ સારું પ્રદર્શન કર્યું હતું.
અં-૧૪ ભાઈઓની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના કશ્યપ પટેલએ ગોલ્ડ મેડલ મેળવ્યો તથા રેયાંશ મકવાણા એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને અં-૧૪ બહેનોમાં ખનક પટેલ એ ગોલ્ડ મેડલ મેળવ્યો તથા અહાના પટેલ એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અં-૧૭ ભાઈઓમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ભરૂચ જિલ્લાના ખેલાડીઓએ જ મેળવ્યા હતા. જેમાં અંકલેશ્વરના એરિક પરમારઅને વ્રજ પટેલ અને ભરૂચના જશ દરજીએ મેડલ મેળવ્યા છે. આ સિવાય અં-૧૭ બહેનોમાં જીવિકા શાહ અને ખૂબી જૈનએ પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા.
અં-૧૯ ભાઈઓમાં ભરૂચ જિલ્લાના હેમ મેહતાએ ગોલ્ડ મેડલ મેળવ્યો અને અં-૧૯ બહેનોમાં વંશિક દાલમિઆ એ સિલ્વર તથા અદિતિ શર્મા એ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
ઉપરોક્ત ખેલાડીઓ ઉપરાંત દિત્યા સોલંકી જેઓ કવિન ઓફ એંજલ સ્કૂલ અને ધાર્મી પટેલ જેઓ જીએનએફસી શાળામાં અભ્યાસ કરે છે તેઓ પણ રાષ્ટ્રીયકક્ષાની ટીમમાં પસંદગી થઈ છે.
આમ ભરૂચ જિલ્લાના ખેલાડીઓ દ્વારા કુલ ૪ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. આ તમામ ખેલાડીઓ લવ ઓલ ટેનીસ એકેડમી ખાતે કોચ મહીદીપસિંહ ગોહિલ અને આર્ચી ગોહિલ પાસે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
ઉપરોક્ત તમામ ખેલાડીઓ તા.૧૧ ડીસેમ્બર થી ૧૪ ડીસેમ્બર ૨૦૨૫ દરમ્યાન રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા દેવાસ, મધ્ય પ્રદેશ ખાતે યોજાનાર છે. જેમાં તમામ ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પ્રસંગે સોફ્ટ ટેનીસ એસોસિએશનના સેકેટરી હસમુખ વેગડા, જિલ્લા રમત ગમત અધિકારી રાજનસિંહ ગોહિલ,શાળાના આચાર્ય ઉપાશના શર્મા દ્વારા તમામ ભાગ લીધેલ ખેલાડીઓ ને અભિનંદન આપ્યા હતા.




