– જંબુસરના દેવલા ગ્રામ પંચાયતમાં બોગસ કામ કરી ૨૩.૭૦ લાખના ખોટા બીલ મંજૂર કરાયાના આક્ષેપ
– કામ પુર્ણ થયાંના સર્ટીફિકેટ બાદ કામ માટે રેતી-કપચી આવ્યાના બીલ મુકાયાં : RTI મારફતે ભાંડો ફૂટ્યા બાદ કાર્યવાહી છતાં અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી નહીં?
ભરૂચ,
જંબુસર તાલુકાના દેવલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તેમજ તલાટી આણી મંડળીએ નવી બોડીની પહેલી જ બે મિટીંગમાં કુલ ૨૩.૭૦ લાખના ખોટા બીલો મંજુર કરાવ્યાના આક્ષેપ ગામના જાગૃત નાગરિત ઈમરાન અહમદ પટેલે કર્યા છે.
ભરૂચ જિલ્લાના આમોદ-જંબુસર તાલુકામાં આચરાયેલાં મનરેગા કૌભાંડની ઘટના હજી વોકોના માનસપટલ પર જીવંત છે.ત્યારે જંબુસરના જ દેવલા ગામમાં મહિલા સરપંચ રેહાના પટેલ તેમજ તલાટી વિજેન્દ્રસિંહ સિયા તેમજ તેમના સગારિતોએ મળીને ગામ પંચાયતમાં બોગસ બીલો મુકી લાખોની ખાયકી કરી હોવાના આક્ષેષ ગામમાં જ રહેતાં ઈમરાન અહમદ પટેલે કર્યા છે.તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મહિલા સરપંચ રેહાના પટેલ ૧૯મી જાન્યુઆરી ૨૦૨૨માં સત્તારુડ થયાં હતા.જોકે, તેમણે ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મળેલી પહેલી મિટીંગમાં ૧૫.૭૦ તેમજ ૧૯ માર્ચ ૨૦૨૨ની બીજી મિટીંગમાં ૮ લાખ એમ કુલ ૨૩.૭૦ લાખની વધુની મત્તાના ખોટા બીલો મંજૂર કર્યા હતા.તમામ ભીલોમાં ભોગસ સહી કરવામાં આવી હોવા છતાં ચુકવાયા છે ઉપરાંત તે ભીલો પહેલાં ચુકવાઈ ગયાં બાદ તેના ઠરાવ કરામાં આવાર્ય છે.જે અંગે તેમણે આરટીઆઈ કરવા સહિતની કાર્યવાહી કરતાં ટીડીઓએ તેમાં તપાસ કરતાં તેમાં કુલ ૯ કામો થવાનો રિપોર્ટ કર્યો હતો.જોકે, તે પૈકીના પ કામોમાં સીચી એટલે કે કોશન સટીફિકેટ આવી ગયાં બાદ તે કામ માટે રંગી કંપથી સહિતનો સામાન આવ્યાના બીલ મુકાયાં હોવાનું તેમણે જણાવ્યું છે.બીજા ચાર કામમાં કામ શરૂ થયાના ૪૧ દિવસ પહેલાં મંજૂરીબીલ આવી ગયાં હોવાની વિગતો છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ એક વર્ષથી લડત ચલાવી રહ્યાં છે.સરકારી મોટા અધિકારીઓ પણ આરોપીઓને મદદરૂપ થઈ રહ્યા હોવાનું લાગી રહ્યું છે. કૌભાંડીઓએ અગાઉ ઈલ્યાસ પટેલના સમયે બનેલાં ૭ રોડના કામોને પુનઃ બતાવી ખીલો પાસ કરાવ્યા હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
– સિમેન્ટના વેપારીના મૃત્યુના ૮ મહિના પછી તેમની સહીથી બિલ ઉપાડાયા
આક્ષેપકર્તા ઈમરાન અહમદ પટેલે જણાવ્યું હતું કે, તેમની ગ્રામ પંચાયતમાં થયેલાં કામોના બીલોમાં ભારે ઉચાપત થઈ છે. સામ પંચાયતને ગામની ગુજરાત સિમેન્ટ નામની દુકાનમાંથી સિમેન્ટ સપ્લાય કર્યાની નોંધ થઈ છે. જેમાં ચોકાવનારી વાત એ હતી કે, દુકાનના સંચાલક યાકુબ આદમ નવાબનું ૨૭મી મે ૨૦૨૧માં મૃત્યુ થયું હોવા છતાં તેમની સહીંથી ૧ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બીલો પાસ કરાવવામાં આવ્યા.
– મારૂતિસિંહ અટોદરિયા સહિતના નેતાઓનું પીઠબળ હોવાના આક્ષેપ
પત્રકાર પરીષદમાં આક્ષેપકતાં ઈમરાન પટેલે ચોકાવનારા આરોપ કર્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ સતત ગ્રામપંચાયતમાં થયેલી ઉચાપતની લડાઈ લડી રહ્યા છે. ત્યારે તેમને સંલગ્ન અધિકારીઓ દ્વારા સીધી પ્રતિસાદ મળ રહ્યો નથી. બીજી તરફ ડેપ્યુટી સરપંચ સહિતના કૌભાંડમાં સંડોવાયેલાં લોકો મારૂતિસિંહ અટોદરિયા તેમજ અન્ય ભાજપના નેતાઓ તેમના સપોર્ટમાં છે તેવી શેખી મારી નું ગમે તેવા કેસ કર અમારું કાંઈ નહીં થાય તેમ તેઓ કહેતાં હોવાનો આક્ષેપ ઈમારને કર્યો છે.
– પંચાયતમાં સરપંચના સસરા તેમની ખુરશી પર બેસે છે
ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ મહિલા સરપંચ તરીકે ૧૯મી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રેહાના પટેલ સરપંચ તરીકે સત્તાહ થયાં હતાં.જોકે, તેમના બદલે તેમના સસરા ગ્રામ પંચાયતમાં કારભાર ચલાવતાં હોવાનું લાગી રહ્યું છે.તેમના સસરા સરપંચની ખુરશી પર બેઠાં છે અને ડેપ્યુટી સરપંચ તે જ ટેબલ પર પવાડી કરી બેઠાં છે અને તેઓ ભજીયાની મજા માણી રહ્યાં હોય તેવો વિડીયો પણ વાઘરવા થયો છે.




