ઝઘડિયાના પાણેથા ગામે તાલુકાકક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

SHARE:

– જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત પ્રદર્શન પાણેથા ગામે આયોજન કરવામાં આવ્યું હતું

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત ઝઘડિયા તાલુકાકક્ષાના ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત સાથે કરવામાં આવી હતી.આ પ્રસંગે ડાએ‌ટના લાયઝન અધિકારી તથા અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રતિસ્પર્ધીઓને પ્રતિકાત્મક રૂપે દાનમાં આવેલ ટિફિન બોક્સ પાણીની બોટલ સીલ્ડ અને પ્રમાણપત્ર શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.આ તબક્કે કાર્યક્રમના અંતમાં આભાર દર્શન બીઆરસી કો-ઓર્ડીનેટર રાજીવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૃપાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.નિર્ણાયક મિત્ર તરીકે ભરૂચથી આવેલ ૧૦ બહેનો દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.જેમના નામ આમોદિયા કૃપાબેન, હેતલબેન પટેલ, જીજ્ઞા કુમારી પટેલ, હેતલબેન ડોડીયા, અમિષાબેન ભગત, કલ્પનાબેન મિસ્ત્રી, ધારાબેન દેસાઈ, આરતીબેન પટેલ, રીમાબેન પટેલ, રીટાબેન પટેલ, પ્રથમ આવેલ શાળાઓમાં ટકાઉ ખેતી ની કૃતિમાં પ્રથમ નંબરે પ્રાથમિક શાળા ટોઠીદરા, વિભાગ ૨ માં કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો પ્રથમ નંબર પર પ્રાથમિક શાળા બોરજાઈ, વિભાગ ૩ માં હરિત ઉર્જા અને ગ્રીન એનર્જીમાં પ્રથમ નંબર પ્રાથમિક શાળા ખરચી, વિભાગ ૪ માં વિકસિત નવીન ટેકનોલોજી મનોરંજન સંબંધીત ગાણિતિક મોડેલિંગમાં પ્રથમ નંબર પ્રાથમિક શાળા મોરતલાવ, વિભાગ ૫ માં આરોગ્ય અને સ્વચ્છતા જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં પ્રથમ નંબર પ્રાથમિક શાળા મોર તળાવ આવેલ હતી.ડાયટના લાઈઝેશન અધિકારી દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું તેમ જ નિર્ણાયક મિત્રો દ્વારા ગણિત વિજ્ઞાન પ્રદર્શન અંતર્ગત પ્રતિભાવો રજૂ કર્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!