– વર્તમાન તણાવ દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયંમ શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
વિશ્વમાં શાંતિ અને સંપન્ન સંસારના નિર્માણ માટે ના ઉદ્દેશ સાથે બ્રહ્માકુમારી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના ૫૦૦ શહેર અને નગરો મળી ૫૦૦૦ જેટલા સ્થળોએ આયોજિત શાંતિ પદયાત્રામાં બ્રહ્માકુમારી ના સફેદ વસ્ત્ર ધારી સેંકડો રાજ્યોગી ભાઈ બહેનોએ શાંતિદૂતના રૂપમાં સામેલ થશે, બ્રહ્માકુમારી ઝઘડિયા સેન્ટર દ્વારા પણ આજરોજ ઝઘડિયા શહેરમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શાંતિ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.શાંતિ યાત્રા ઝઘડિયા સેન્ટરથી નીકળી ઝઘડિયા ચાર રસ્તા, સ્ટેટ બેંક, પોલીસ સ્ટેશન વિસ્તાર,બજાર થઈ પરત ઝઘડિયા સેન્ટર ખાતે પહોંચી હતી.સંપૂર્ણ મૌન થી ચાલેલી આ શાંતિ યાત્રા નગર અને શહેરોના બધા સ્થાન પર શાંતિના શક્તિશાળી પ્રકલ્પ ફેલાવ્યો હતો.આનાથી તમામ માનવ આત્માઓને શાંતિપૂર્ણ જીવન બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થશે.વર્તમાન સમયમાં તણાવ દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયમ શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવા ની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.




