ભરૂચ જિલ્લા આહિર સમાજના તેજસ્વી તારલાઓનો સત્કાર સમારંભ યોજાયો

SHARE:

– સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુ આગળ આવે તેવું માર્ગદર્શન અપાયું
– આવનાર બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડી સમાજનું ભવ્ય સંકુલ બનશે
ભરૂચ,
ભરૂચ જીલ્લા આહીર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સંસ્કાર સંભારમ ભરૂચના સપ્તદીપ મેરેજ હોલ ભોલાવ ખાતે યોજાયો હતો.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જીલ્લા આહિર સમાજના ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમના આહિર સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિરે સમાજના આર્થિક શારીરિક અને શૈક્ષણિક વિકાસની સંપૂર્ણ વિગતવાર માહિતી આપી અને આવનાર બે જ વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડીનું ભવ્ય સંકુલ નિર્માણ પામશેની જાહેરાત કરતા આહિર સમાજ એકત્ર થઈ પોતાનું સંકુલ બનાવવાની તૈયારીઓ બતાવી હતી તથા સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ આગળ આવે તે માટે જરૂરી માર્ગદર્શન અને જરૂરી સુવિધાઓ સમાજના વડીલ આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન કરવા સાથે સમાજના પ્રમુખ દિનેશભાઈ આહિર દ્વારા પણ સમાજના લોકોને વ્યસનથી દૂર રહે તેવું પણ અનુરોધ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ તથા પ્રમુખ દિનેશભાઈ આહીર, મહામંત્રી બાલુભાઈ આહીર, ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ આહીર, ખજાનચી નટવરભાઈ આહીર, આહિર સમાજના માજી પ્રમુખ સુરેશભાઈ આહિર,દક્ષિણ ગુજરાત આહીર સમાજના ઉપપ્રમુખ ડાહ્યાભાઈ આહીર સહિત સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!