રાજપારડી નજીક મોટર સાયકલ પુલની રેલિંગ સાથે અથડાતા એક ઈસમનું મોત

SHARE:

– રાજપારડી નજીકના સારસા ગામેથી નવાગામના બે ઈસમો મોટર સાયકલ પર પરત ઘરે જતા હતા તે દરમ્યાન માધુમતિ ખાડીના પુલ પર જીવલેણ ઘટના બની

(જ્યોતિ જગતાપ,ઝઘડિયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છાસવારે થતા જીવલેણ અકસ્માતોમાં હાલ વધુ એક જીવલેણ અકસ્માતનો ઉમેરો થયો છે.રાજપારડી સારસા ગામો વચ્ચે એક મોટર સાયકલ પુલની રેલિંગ સાથે અથડાતા મોટર સાયકલ સવાર બે પૈકી એક ઈસમનું મોત થયું હતું.

રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ હાલ ઝઘડિયા તાલુકાના વાંદરવેલી ગામે રહેતો અર્જુન ભાઈલાલ વસાવા ગતરોજ ત‍ા.૧૭ મીના રોજ તેની મોટર સાયકલ લઇને નવાગામ ખાતે રહેતા તેના મસીયાઈ ભાઈ મહેશ ભયજીભાઈ વસાવા ઉ.વર્ષ ૩૭ ના સાથે રાજપારડી નજીકના સારસા ગામે રહેતા તેમના માસીને ત્યાં ગયો હતો.આ લોકો સારસાથી બપોરના અઢી વાગ્યાના સમયે મોટર સાયકલ લઈને ઘરે પાછા જવા નીકળ્યા હતા. તેઓ સારસાથી દોઢ કિલોમીટર દુર રાજપારડી નજીક પહોંચ્યા ત્યારે તે દરમ્યાન માધુમતિના ખાડીના પુલ પર તેમની મોટર સાયકલ પુલની લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી.આ ઘટના દરમિયાન મોટર સાયકલ રોડ પર સ્લિપ મારી  જતા મોટર સાયકલ સવાર બન્ને ઈસમો નીચે પટકાયા હતા.આ અકસ્માતમાં મહેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.

જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ પામેલ જાહેર કર્યા હતા.આ અકસ્માતમાં મોટર સાયકલ ચાલક અર્જુન વસાવાને પણ શરીર પર નાનીમોટી ઈજાઓ થઈ હતી.ઘટના સંદર્ભે ર‍ાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!