ભરૂચ,
ભરૂચ જિલ્લા જેલ ખાતે 21 ડિસેમ્બર વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે વિશેષ ધ્યાન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન.રાવના માર્ગદર્શન હેઠળ વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ઇન્ડિયા અને ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા “હર ઘર ધ્યાન” અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો.
આ સેશનમાં સંસ્થાના પ્રતિનિધિઓ ધનજી વસાવા અને ફાલ્ગુનીબેને જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓને ધ્યાનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મેડિટેશન સેશન દરમ્યાન માનસિક શાંતિ, એકાગ્રતા અને આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી, જેને જેલ સ્ટાફ અને બંદીવાનોએ ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી.
કાર્યક્રમના સમાપન પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડે વ્યક્તિ વિકાસ કેન્દ્ર અને ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બંદીવાનોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.




