(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ પોલીસે ચાર રસ્તા વિસ્તારમાં આવેલ એક પાનના ગલ્લા પર દરોડો પાડી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ પેપરનું એક બોક્સ જપ્ત કર્યા છે.પોલીસે ગલ્લા માલિક પ્રતિક હિતેશભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
રાજ્ય સરકારે નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ પેપર પર પ્રતિબંધ મૂક્યા બાદ ભરૂચ પોલીસ હરકતમાં આવી છે.ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ઝઘડિયા સબડિવિઝનના ડીવાયએસપી દ્વારા નશાખોરી જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે પાન-મસાલાની દુકાનો અને ગલ્લાઓ પર તપાસ કરવાના આદેશ અપાયા હતા.આ આદેશના પગલે નેત્રંગ પોલીસે બીડ વિસ્તારમાં આવેલ પાન-મસાલાના ગલ્લાઓ અને દુકાનો પર અલગ-અલગ ટીમો બનાવી વિશેષ ડ્રાઈવ હાથધરી હતી.આ દરમ્યાન નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાં આવેલા પટેલ પાન કોર્નર પર દરોડા પાડવામાં આવતા ૭૦૦ રૂપિયાની કિંમતનું ગોગો સ્મોકિંગ પેપરનું એક બોક્સ મળી આવ્યું હતું.નેત્રંગ નગર સહિત આસપાસના પંથકમાં મોટી સંખ્યામાં યુવાનો ગાંજાના નશાના રવાડે ચડી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જેવી માહિતી આજરોજ સામે આવી છે.તેવામાં પ્રજામાં એવી પણ ચર્ચા છે કે નેત્રંગ પોલીસે પાન-મસાલાના ગલ્લાઓ પર સતત નજર રાખી ગોગો પેપર અને સ્મોકિંગ ફિલ્ટર વેચનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.




