વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

SHARE:

ભરૂચ,

વુમન ફોર ટ્રી અભિયાન અંતર્ગત ભરૂચ નગર પાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજિવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે આજે “Women for Trees Campaign” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ પાલિકા હદ વિસ્તારના વોર્ડ નં.૧ માં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાની કૂવા તળાવ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગવાલ, પ્રમુખ વિભૂતિબા યાદવ,કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાના સદસ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમ્યાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા  વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.સ્વ સહાય જૂથની મહિલાઓ દ્વારા ૨૦૦ જેટલા છોડનું વાવેતર કરી તેનું જતન કરાશે જેનાથી તેઓને આજીવિકા પણ પ્રાપ્ત થશે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!