ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમની કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી

SHARE:

ભરૂચ,

ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત Student Outreach Programme નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના 50થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લઈ શેલ્ટર વિશે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ શેલ્ટરમાં રહેતા આશ્રિતો સાથે વાતચીત કરી પ્રાથમિક જરૂરિયાતો તેમજ સુવિધાઓ અને ગુણવત્તા વિષે ચકાસણી કરવા સાથે આશ્રિતો    સાથે સંવાદ કરી તેમના વિશે માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શેલ્ટરની કામગીરીને બિરદાવવામાં સાથે લોકોમાં નાઈટ શેલ્ટર વિશે જાગૃતતા લાવવા સંકલ્પ લીધો હતો.મુલાકાત દરમ્યાન ભરૂચ નગરપાલિકાની NULM ટીમ તેમજ કોલેજના પ્રતિનિધિ,શેલ્ટર હોમનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!