એકતાનગર ખાતે રવિવારના રોજ મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

SHARE:

દેશ-વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરાશે : ૭૯ પતંગબાજો ભાગ લેશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે આજે રવિવારના રોજ જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યકક્ષા મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬” નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

જિલ્લા વહિવટીતંત્ર ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)ના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગરના ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે આવતી કાલે ૧૧ જાન્યુઆરી સવારે ૯:૩૦ કલાકે યોજાશે.આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ તેમજ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના પતંગબાજો દ્વારા અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરવામાં આવશે. જેમાં ૨૧ દેશોના ૪૫ તેમજ ગુજરાત સહિત ભારતના ૩૪ મળી કુલ ૭૯ પતંગબાજો ભાગ લેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!