ભરૂચ JCI દ્વારા ‘સેફ્ટી ગાર્ડ’ પ્રોજેક્ટ અંતર્ગત સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું

SHARE:

ભરૂચ,

ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (JCI) દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઈજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુસર ‘સેફ્ટી ગાર્ડ’ પ્રોજેક્ટ અંતર્ગત સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉત્તરાયણ પર્વ દરમ્યાન માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઈજાઓથી બચાવવા માટે આ જનજાગૃતિસભર પહેલ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં JCI સભ્યો ઉપરાંત પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહી સુરક્ષા અંગે સહકાર આપ્યો હતો.

કાર્યક્રમમાં જેસીઆઈના ચેરમેન જેસી પ્રણવ શાહ, વાઈસ ચેરમેન વૈભવ દેવી,કો-ચેરમેન જેસી જિમીત પાઠક, માર્ગદર્શક જેસી આશિષ શેઠ તેમજ સેક્રેટરી જેસી હર્ષ શાહ ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્તરાયણ પર્વને સુરક્ષિત રીતે ઉજવવા નાગરિકોને અપીલ કરી હતી અને સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!