કેરવાડા મંદિર પરિસરમાં ૨૦ ફૂટ ઊંચા ત્રિશુલ સ્તંભની વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરાઈ

SHARE:

ભરૂચ,

આમોદ તાલુકાના કેરવાડા ગામના મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવ અને અંબાજી માતાના મંદિરની મધ્યમાં ૨૦ ફૂટ ઊંચા ત્રિશુલ સ્તંભની વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવી હતી.

ત્રિશુલ સ્તંભ પર ૩ બાય ૩ ફૂટનું સ્ટીલનું ત્રિશુલ સ્થાપિત કરી ટ્રસ્ટીઓ દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.મંદિર ટ્રસ્ટના મંત્રી ડૉ.યોગેશ કોઠારીના આયોજન અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા સહિત ટ્રસ્ટીઓ,આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્રિશુલ સ્તંભના નિર્માણ માટે વિનોદભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, કિશોરસિંહ નટવરસિંહ કપલેટિયા તથા મહેન્દ્રસિંહ જશવંતસિંહ કપલેટિયા દ્વારા દાન આપવામાં આવ્યું હતું.ભરતભાઈ મહારાજે વિધિવત્ પૂજા કરાવી સ્તંભનું સ્થાપન કરાવ્યું હતું.કાર્યક્રમમાં કેરવાડા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિત ગામના આગેવાનો તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓ તેમજ ત્રિશુલ સ્તંભ તૈયાર કરનાર કારીગર આઈ એ.પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!