આવનાર તહેવારોને લઈને ભરૂચ પોલીસની સંયુક્ત શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

SHARE:

ભરૂચ,

આવનાર તહેવારને લઈને ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે એ,બી અને સી ડિવિઝન પોલીસની સંયુક્ત શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આવનાર રક્ષાબંધન અને ઈદે મિલાદના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ,ભાઈચારો અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠક દરમ્યાન તહેવારોના દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા,કોઈપણ પ્રકારની અફવા કે અશાંતિને પગ ન મળે અને તમામ સમાજના લોકો પરસ્પર ભાઈચારાની ભાવનાથી તહેવારોની ઉજવણી કરે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.પોલીસ દ્વારા તહેવારો દરમ્યાન સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી રાખવા તેમજ કોઈપણ અણબનાવ સર્જાય નહીં તે માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.પોલીસે શાંતિ સમિતિના સભ્યો અને સમાજના આગેવાનોને તહેવારો દરમિયાન શાંતિ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. સાથે જ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ કે ઉશ્કેરણીજનક બાબત ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.રક્ષાબંધન અને ઈદે મિલાદ બંને તહેવારો ભરૂચની એકતા અને ગંગા-જમુની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવે તેવા માહોલમાં ઉજવાય અને શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!