(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
નર્મદા જિલ્લામાં ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા હતાં.નર્મદા જિલ્લાના રાજપીપળા માં મંત્રી સંબોધન દરમિયાન મંચ પરથી બોલતા સભામાં સન્નાટો વયપી ગયો હતો.તેમણે ગેરહાજર અધિકારીઑનો ઉધડો લેતા જણાવ્યું હતું કે જે અધિકારીઓ એમ સમજે છે કે અમે મોટા છીએ,બધાથી ઉપર છીએ.એ શે ના માટે?આ ડેમોક્રેટિક સીસ્ટમ છે.અહીં કોઈની રાજાશાહી નથી
અમે પ્રજાના મતે ચૂંટાયેલા પ્રતિનિધિઑ છે.અમારા બધાનું કમિટમેન્ટ છે જનતા પ્રત્યેનુ અધિકારીઑને અલ્ટીમેટમ આપતાં મંત્રીએ જણાવ્યુંહતું કે તમારે તમારા કામની જવાબદારી નિભાવવાની છે.અમે અમારી જવાબદારી નિભાવીએ છે.તમે પણ તમારી જવાબદારી નિભાવો.અમને પણ એમ થાયકે ઘરે બેસીએપણ અમારે પ્રજાના કામો કરવાના હોય છે.લોકો ભરોસે રાખે છેઅમારા પર અને દર 5 વર્ષે અમને ચૂંટે છેએટલે જવાબદારીમાંથી છટકવાનું નથીએકલા સરકાર કામ કરે તો સફળ ન થાય દરેકે પોતાની જવાબદારી નિભાવવાની છેત્યાર બાદ મીડિયાએ પૂછ્યું તો મંત્રી દેવું સિંહેજણાવ્યું હતું કે આ વ્યવસ્થા સારી થઈ શકે તેવું મારુ સૂચન હતું.
નર્મદામાં ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન ઉચ્ચ અધિકારીઓ હાજર ન રહેતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ રોષે ભરાયા
-રાજપીપળામાં મંત્રી સંબોધન દરમિયાન મંચ પરથી બોલ્યા જે અધિકારીઓ એમ સમજે છે કે મોટા છે બધા ઉપર છે એ શેના માટે? -ડેમોક્રેટિક સીસ્ટમ છે અહીં કોઈની રાજાશાહી નથી : લોકો ભરોસે રાખે છે અને દર 5 વર્ષે અમને ચૂંટે છે : જવાબદારી છટકવાનું નથી