google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeGujaratભરૂચ નેશનલ હાઈવે ઉપર મુલદ નજીક તુફાન ગાડી સળગી ઉઠી

ભરૂચ નેશનલ હાઈવે ઉપર મુલદ નજીક તુફાન ગાડી સળગી ઉઠી

- એકાએક સળગી ઉઠેલી ગાડીમાં લાગેલી આગને બુઝાવવા ફાયર ફાયટરો દોડી આવ્યા

ભરૂચ,
ભરૂચથી અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૪૮ પર મુલદ ચોકડી પાસે ઓવર બ્રિજ પર એક તુફાન કારમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઈ હતી.આગની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
હાલમાં પડી રહેલી ગરમીના કારણે અનેક વાહનોમાં આગ લાગવાના બનાવો બની રહ્યા છે.ત્યારે સોમવારના રોજ ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ પર આવેલા મુલદ ચોકડી પાસેથી એક તુફાન ગાડી ચાલક લઈને પસાર થઈ રહ્યો હતો.ત્યારે અચાનક બોનેટ માંથી ધૂમાડા નીકળતા કાર ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઉભી રાખી ચેક કરતા બોનેટમાં આગની જ્વાળાઓ ઉઠતાં કાર ચાલક સમય સુચકતા વાપરી નીકળી ગયો હતો.જોકે આગ એટલી વિકરાળ હતી કે આગને કારણે સમગ્ર ગાડી ઝપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી.આગની જાણ ભરૂચ ફાયર ફાયટરોને કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્ડર લઈને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ સર્જાય ન હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!