best news portal development company in india

ભરૂચના દાંડિયા બજાર ભ્રુગુઋષિ મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ યોજાયો

SHARE:

– આઠ બ્રહ્મબટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા

ભરૂચ,

જુનાભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન મહર્ષિ ભ્રુગુઋષિજી મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આઠ જેટલાં બ્રહ્મબટુકોને વૈદિક મંત્રોચાર સાથે ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા હતા.

ઉપનયન સંસ્કાર હિન્દુ ધર્મનો અતિ મહત્ત્વનો સંસ્કાર છે.આ સંસ્કાર પ્રાપ્ત કર્યા બાદ જ વ્યક્તિ દ્વિજત્ત્વને પ્રાપ્ત કરે છે અને કહેવાયું છે કે તે વેદાધ્યયન અને યજ્ઞકર્મ કરવા અધિકારી બને છે.તારીખ ૧૬ /૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા જુના ભરૂચના દાંડિયા બજાર સ્થિત આવેલ સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભગવાન પૌરાણિક મહર્ષિ ભ્રુગુઋષિજી મંદિર ખાતે સમૂહ ઉપનયન સંસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આઠ જેટલાં બ્રહ્મબટુકોને ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા,વૈદિક મંત્રોચ્ચાર સાથે બટુકોએ દ્વિજત્ત્વને પ્રાપ્ત કરી વડીલો સહીત આગેવાનોના આશીર્વાદ મેળવ્યા હતા.ઉપસ્થિત બ્રહ્મ અગ્રણીઓની ઉપસ્થિતીમાં સફળતા પૂર્વક કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ અનિલ પંડ્યા, બ્રહ્મ સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશ જોશી, પૂર્વ પ્રમુખ ગિરીશ શુક્લ, બ્રહ્મ અગ્રણી રૂષિ દવે, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષ દવે,બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ સહીત સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!