best news portal development company in india

વાલિયાની ગાયત્રી નગર સોસાયટીમાં આંટા ફેરા મારતો દીપડો સીસીટીવીમાં થયો કેદ

SHARE:

– દીપડાની લટાર સીસીટીવીમાં કેદ થતા લોકોમાં ભય : વન વિભાગે પાંજરુ ગોઠવ્યું

ભરૂચ,

વાલિયાની ગાયત્રી નગર સોસાયટીમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.દીપડો સોસાયટીના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા મારતો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.તો વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું.

ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને શિકારની શોધમાં દીપડાઓ હવે માનવ વસવાટવાળા વિસ્તારોમાં પણ પ્રવેશી રહ્યા છે.ત્યારે તાલુકામાં શેરડીના ખેતરો વધુ હોવાથી દીપડાઓ જંગલ વિસ્તાર માંથી સરળતાથી શિકારની શોધમાં આવી જાય છે.વાલિયા-માંગરોલ માર્ગ પર આવેલી ગાયત્રી નગર સોસાયટીમાં દીપડો દેખાયો હતો.સીસીટીવી ફૂટેજમાં દીપડો ઘરની નજીકની ઝાડીમાં છુપાયેલો અને સોસાયટીમાં લટાર મારતો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને આ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે મારણ સાથે પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!