best news portal development company in india

કરજણ પબ્લિક સ્કૂલના બેદરકારીથી વિદ્યાર્થીઓની સલામતી સામે જોખમ

SHARE:

– ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડતી બસને ડિટેઈન કરવાને બદલે પોલીસે બસ જવા દીધી!

ભરૂચ,

કરજણ પબ્લિક સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી હતી.જેમાં ૨૮ પેસેન્જરની ક્ષમતા ધરાવતી બસમાં ૪૫ થી વધુ વિદ્યાર્થીઓને બેસાડીને સ્કૂલમાં લઈ જવાતા વિદ્યાર્થીઓની સલામતી સામે સવાલો ઊભા થયા હતા.વાલીઓએ સરભાણથી બસ આમોદ પોલીસ મથકે લઈ આવી સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા સ્કૂલના આચર્યા સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો.જોકે પોલીસે બસને ડીટેઇન કરવાની કાર્યવાહીને બદલે જવા દેતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા હતા.

આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ૨૮ બેઠકોની ક્ષમતા ધરાવતી મિની બસ ફાળવી આપતા છેલ્લા કેટલાય મહિનાથી વિધાર્થીઓ બસમાં ઉભા ઉભા મુસાફરી કરી જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા.આ ઉપરાંત દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઊઠાડી પાછળ ઉભા કરી દેવા જેવી ગુંડાગીરી પણ કરવામાં આવી હતી.જેથી આમોદના વિદ્યાર્થીઓના વાલીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.વાલીઓએ અનેક વખત સ્કુલ શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું.જેથી આજ રોજ સરભાણ ગામથી વાલીઓએ સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી. ત્યાર બાદ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ આમોદ દોડી આવતા વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ ના અન્યાય સામે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી.ત્યાર બાદ પ્રિન્સિપાલે વાલીઓને બાહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો.એક તરફ વાલીઓએ મસમોટી ફી ભરીને વિદ્યાર્થીઓને ભણવા મોકલતા હોય છે ત્યારે બીજી બાજુ સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીને કારણે વિદ્યાર્થીઓની સલામતી સામે પ્રશ્ન ઉભો થયો હતો.વાલીઓએ ૨૮ બેઠક ધરાવતી સ્કુલ બસમાં ૪૫ થી વધુ વિદ્યાર્થીઓને બેસાડી ગંભીર બેદરકારી દાખવી હોવા છતાં પોલીસે બસને ડીટેઇન કરવાને બદલે જવા દેતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!