best news portal development company in india

નેત્રંગના સાકવા ગામની પ્રા.શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિદ્યાર્થીઓ-ગ્રામજનોમાં આક્રોશ

SHARE:

– મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત : ૨ વર્ષ પહેલા પ્રા.શાળાનું જર્જરીત અને ખંડેર મકાન તોડી પડાયું હતું

– વિદ્યાર્થીઓ પતરાની છત નીચે અભ્યાસ કરવા મજબુર

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં ૧૦૧ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.સાકવા પ્રા.શાળાના ઓરડા જર્જરીત અને ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા આચાર્ય – શિક્ષકો વિધાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી.છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અથઁ મોકલવામાં આવતા હતા.નેત્રંગ તા.પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઉભી કરી આપી હતી.પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરીત-ખંડેર ઓરડા તોડી પાડ્યાને બે વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજદિન નવા ઓરડાના નવીનીકરણ કામગીરી શરૂ નહીં કરતાં વિદ્યાર્થીઓ-વાલીઓમાં ભારે અંસતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધીકારીને આવેદનપત્ર આપી પ્રાથમિક શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી. વિદ્યાર્થીઓને પતરાના શેડની નીચે ઉનાળાની ગરમીમાં,શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે.સમગ્ર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીનું શૌક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતું હશે તે તપાસનો વિષય બન્યો છે.આ બાબતે એક વર્ષ પહેલા નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાને સાકવા ગ્રામજનોએ રજુઆત કરતાં તાત્કાલિક પતરાના શેડનું આયોજન કરી બનાવી આપ્યો હતો.ત્યાર બાદ ગુજરાત પેટર્ન આયોજનમાંથી રૂ.૧૦ લાખ બે ઓરડા ફાળવ્યા હતા.પરંતુ વહીવટ પ્રક્રિયા પૂર્ણ થતાંની સાથે ઓરડાની નવીનીકરણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.આ બાબતની ગંભીરતા જાણી શૌક્ષણિક વિભાગના જવાબદાર પદાધિકારી-અધિકારીઓ સાકવા ગામે તાત્કાલિક ધોરણે પ્રા.શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ – વાલીઓએ ભારે સુત્રોચ્ચાર સાથે માંગ કરાતાં માહોલ વધુ ગરમાયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!