best news portal development company in india

ઝઘડિયાના વાસણા ગામે સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વાસણા ગામે સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડાનો જુગાર રમાડતા એક ઈસમને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકની ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે વાસણા ગામે ભગત ફળિયામાં રહેતો અનિલ અર્જુનભાઈ વસાવા નામનો ઈસમ તેના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં બેસીને કેટલાક લોકોને ભેગા કરીને પૈસાથી સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડા લખીને હારજીતનો જુગાર રમાડે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને રેઈડ કરતા સ્થળ ઉપર સદર ઈસમ સટ્ટા બેટિંગના આંકડા લખતો મળી આવ્યો હતો.પોલીસે સ્થળ ઉપર હાજર મળેલ અનિલ વસાવાને ઝડપી લીધો હતો અને રોકડા રૂપિયા તેમજ આંકડા લખવાના સાધનો સહિત કુલ રૂપિયા ૧૧૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!