નર્મદા જિલ્લામાં મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (SIR–2026) પ્રક્રિયાની સફળતાપૂર્વક અમલવારી

SHARE:

– જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં પ્રેસકોન્ફરન્સ યોજાઈ

– જાહેર થયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં જિલ્લાના 4.34 લાખથી વધુ મતદારોનો સમાવેશ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ભારતના ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અમલમાં મુકાયેલ મતદાર યાદી વિશેષ સંશોધન કાર્યક્રમ (Special Intensive Revision – SIR) અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, નાંદોદ વિધાનસભા બેઠક નં.148 તથા ડેડીયાપાડા વિધાનસભા બેઠક નં. 149માં ડ્રાફ્ટ ઈલેક્ટોરલ રોલ તૈયાર કરવાની કામગીરી 92.56 ટકા સુધી પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કુલ 4,69,487 મતદારો નોંધાયેલા છે,જેમાંથી 4,34,553 મતદારો (92.56%) નો સમાવેશ ડ્રાફ્ટ મતદાર યાદીમાં કરવામાં આવ્યો છે.જિલ્લામાં  કુલ મતદારોમાંથી 34,934 મતદારો (7.44%)ને અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધવામાં આવ્યા છે.તેમાં 13,906 (2.96%) મતદારોના મૃત્યુ થયેલ હોવાનું, 3,729 (0.79%) સ્થળાંતર કરેલા, 14,374 (3.06%) કાયમી સ્થળાંતર કરેલા, 2,208 (0.47%) ડુપ્લિકેટ નોંધણી ધરાવતા તેમજ 717 (0.15%) મતદારો અન્ય કારણોસર સમાવિષ્ટ હોવાનું જણાવાયું હતું.

મતદાર યાદી સામે દાવો–આક્ષેપ નોંધાવવા માટે નક્કી કરાયેલ સમયમર્યાદા દરમ્યાન ERO તથા AERO દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને પ્રાપ્ત તમામ અરજીઓનું સમયસર અને ન્યાયસંગત નિરાકરણ લાવવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!